Last Updated on March 26, 2021 by
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં રેકોર્ડ વધારો થયો છે. હવે ફરી એકવાર અનેક પ્રકારની સખ્તાઈને લઈને ભાર મુકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, સરકારે દેશમાં મેડિકલ ઓક્સિજનની કિંમતોને લઈને ભાવ ઘટાડાનો નિર્ણય લીધો છે. ગુરુવારે સરકારે કહ્યું છે કે, આગામી 6 મહિના સુધી, કંપનીઓ હવેથી નિર્ધારિત મર્યાદાથી વધુ તબીબી ઓક્સિજનની કિંમતમાં વધારો કરી શકશે નહીં. મેડિકલ ઓક્સિજન પરની પ્રાઈસ કેપિંગ હવે 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે.
તબીબી ઓક્સિજનની માંગમાં વધારો થવાની આશંકા હતી
ગુરુવારે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી (એનપીપીએ) એ ગુરુવારે સાંજે માહિતી આપી છે. કોરોના સંક્રમણના ગંભીર દર્દીઓ માટે તબીબી ઓક્સિજનની માંગમાં વધારો થવાની આશંકા છે. ગયા વર્ષે પણ કેન્દ્ર સરકારે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરો પર પ્રાઇસ કેપ લગાવી હતી. સરકારનું કહેવું છે કે તેઓ સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર નજર રાખી રહ્યા છે.
એનપીપીએ મેડિકલ ઓક્સિજન પર ભાવ નિયંત્રણની માહિતી આપી
સરકારે વધતા કોવિડ -19ના કેસોને ધ્યાનમાં રાખીને એનપીપીએને ફરી એક વખત પ્રાઇઝ કેપીંગ લગાવવા કહ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 10 (2) હેઠળ એનપીપીએને આ સબંધમાં જરૂરી તમામ પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે. આ પછી, એનપીપીએ મેડિકલ ઓક્સિજન પર ભાવ નિયંત્રણની માહિતી આપી છે.
પ્રાઇસ કેપને 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી
એનપીપીએ ગુરુવારે એક આદેશ જારી કરીને જણાવ્યું હતું કે ‘લિક્વિડ મેડિકલ ઓક્સિજન’ અને ‘મેડિકલ ઓક્સિજન સિલિન્ડર’ માટેની પ્રાઇસ કેપને 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે. અગાઉ આ ભાવ કેપિંગ ફક્ત 31 માર્ચ 2021 સુધીની હતી. એનપીપીએના આ આદેશ બાદ મેન્યુફેક્ચરિંગ લેવલ પર લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો દર હવે પ્રતિ ઘનમીટર 15.22 રૂપિયા થઈ ગયો છે. જેના પર જીએસટી ચુકવવો પડશે. જ્યારે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની કિંમત 25.71 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર છે. તેમાં જીએસટી ઉપરાંત રાજ્ય સ્તરે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ શામેલ નથી.
ગુરુવારે દેશભરમાં 59074 નવા કેસ સામે આવ્યા
જણાવી દઈએ કે ગુરુવારે દેશભરમાં 59074 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 17 ઓક્ટોબર પછી, એટલે કે, 159 દિવસમાં પહેલીવાર, એક જ દિવસમાં આટલો મોટો આંકડો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે રસીકરણ ડ્રાઈવ છતાં કોરોનાની બીજી પીક પહેલા કરતાં વધારે જોવા મળી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નવા કેસોના કેસમાં પહેલાથી જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. હવે પંજાબમાં પણ કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31