Last Updated on March 6, 2021 by
દેશમાં ડિઝિટલ પેમેંટનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. તો દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકની સબસિડિયરી SBI Payments Dvs નેશનલ પેમેટંસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે NPCIએ RuPay SoftPoS લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યો છે.
લાખો દુકાનદારોને થશે ફાયદો
RuPay SoftPoS દ્વારા પોતાના સ્માર્ટફોન દ્વારા 5 હજાર રૂપિયા સુઘીની કોન્ટેકલેસ લેવડ-દેવડ કરી શકશે. જેનાથી લાખો દુકાનદારોને ફાયદો થશે. તેના દ્વારા દુકાનદાર કોન્ટેકલેસ પોતાના સ્માર્ટફોન પર ‘ટેપ એન્ડ ટેપ’ વ્યવસ્થા દ્વારા સ્વીકાર કરી શકશે.
ફોન બની જશે પેમેંટ ટર્મિનલ
SBI અને NPCIએ શુક્રવારે સંયુકત નિવેદનમાં કહ્યુ કે, આ સમાધાનમાં નિયર ફીલ્ડ કોમ્યૂનિકેશન (NFC) આઘારિત સ્માર્ટફોનને રિટેલરો માટે પોતાના મર્ચંટ પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલોમાં બદલવાની ક્ષમતા ધરાવે છે.
SBI લોન્ચ કરશે YONO Merchant App
તો SBI પેમેંટસ વેપારીઓની ઓછી કીંમતવાળી ડીઝીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવવા માટે YONO Merchant App રજુ કરશે. બેંકે હાલમાં જ એ જાણકારી આપી છે. YONO Merchant App એક SoftPoS સોલ્યૂશનના રૂપમાં કાર્ય કરશે. જેના માટે SBI PAYMENTSએ ગ્લોબલ પેમેંટ ટેક્નોલોજી દિગ્ગજ વીઝા સાથે પાર્ટનરશીપ કરી છે.
SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ કહ્યુ હતુ કે, SBI PAYMENTS દ્વારા YONO Merchant Appના લોન્ચીંગની ઘોષણા કરવામાં ખૂબ ખુશી થઈ રહી છે. બેંકે ત્રણ વર્ષ પહેલા યોનો પ્લેટફોર્મ લોન્ચ કરી હતી. યોનોના 35.8 મિલિયન નોંધાયેલા યૂઝર્સ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31