GSTV
Gujarat Government Advertisement

ટેક ટીપ્સ / Google ક્રોમ પર મેળવો કોઈપણ વીડિયોનુ લાઈવ કેપ્શન, આવી રીતે કરી શકો છો એક્ટિવેટ

Last Updated on March 22, 2021 by

શું તમને કયારેય ગૂગલ ક્રોમ પર કોઈ વીડિયોનો સમજવામાં પરેશાની થાય છે? કેટલાક યૂઝર્સે વીડિયોમાં કઈ ભાષામાં શું બોલાઈ રહ્યુ છે તે સમજાતુ નથી. પરંતુ હવે આ તમામ કામ સરળ થઈ જશે. કેટલીકવાર જયારે આપણે ઓડિયોની પરેશાની અનુભવી રહ્યા હાઈએ ત્યારે આપણે લાઈવ કેપ્શનની જરૂર પડે છે. એવામાં તમે આ ફીચરનો ઉપયોગ કરીને ગૂગલ ક્રોમ પર કોઈપણ વીડિયો માટે કરી શકો છો.

ગૂગલ ક્રોમ લાઈવ કેપ્શન ફીચર તે લોકો માટે ખૂબ જ મદદગાર છે જે બીજી ભાષાઓમાં કંટેટ જોવાનું પસંદ કરે છે. પરંતુ તેને વીડિયોમાં બોલાતી ભાષા તેને સમજાતી નથી. એવામાં આ લાઈવ કેપ્શનની મદદથી તમે કોઈપણ વીડિયોને સરળતાથી ટેક્સ્ટની મદદથી સમજી શકો છો. તે ચાલો જાણીએ કે તમે આ ફીચરને ક્રોમમાં કેવી રીતે એક્ટિવેટ કરી શકો છો.

આવી રીતે કરો એક્ટિવેટ

  • સૌથી પહેલા તમારે તમારા ડેસ્કટોપ પર અથવા લેપટોપમાં ક્રોમ ખોલો.
  • જે બાદ સ્ક્રિનની સાઈડમાં તમને ત્રણ ડોટ આઈકોન દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે સેટિંગ્સ ખોલવુ પડશે.
  • જે બાદ તમારે ડાબી બાજુએ એડવાંસ સેટિંગ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમે એ સેક્શનમાં જઈને એક્સેસિબિલીટ સેક્શન પર
    પર ક્લિક કરી શકો છો.

જણાવી દઈએ કે, ક્રોમ બ્રાઉઝર 89 અથવા તેના ઉપરના વર્ઝન પર કામ કરી રહ્યુ છે. તે લાઈવ કેપ્શનને સપોર્ટ કરશે. તે કેપ્શન પોપ અપ વિંડોમાં આવે છે. જેને તમે કોઈપણ વિંડોમાં શિફ્ટ કરી શકો છો. યૂઝર્સ અંહિ ક્રોમ પર કોઈપણ વીડિયો જુએ છે જેમ કે, યૂટયૂબ, ટ્વિટર અથવા કોઈ અન્ય વેબ પેઈઝ. તે દરેક લાઈવ કેપ્શન મેળવી શકે છે. હાલ આ કેપ્શન માત્ર અંગ્રેજી ભાષાને જ સપોર્ટ કરે છે. બીજી ભાષાઓમાં તેનો સપોર્ટ આવવાનો બાકી છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો