Last Updated on March 4, 2021 by
વ્હોટ્સએપનું એક મહત્વનું ફિચર હવે ડેસ્કટોપમાં પણ ઉપલબ્ધ થશે. એનો મતલબ કે હવે ડેસ્કટોપ એપ પરથી પણ યૂઝર્સ વીડિયો અને વોઈસ કોલિંગ કરી શકશે. કંપનીએ વોઈસ અને વીડિયો કોલિંગનો સપોર્ટ વ્હોટ્સએપ ડેસ્કટોપ એપ માટે જાહેર કરી દીધા છે. whatsappની પેરેન્ટ કંપની ફેસબુકે આ અંગે માહિતી આપી છે કે હવે એ લોકો માટે શાંતિના સમાચાર છે જેઓ ડેસ્કટોપ પર કામ કરે છે અને ફોન કરવા માટે વારંવાર ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.
અત્રે નોંધવું ઘટે કે આ શરૂઆત કેટલાંક નિયમોને આધારે થઈ રહી છે. કંપનીએ આ શરૂઆત ઘણા ટેસ્ટીંગ બાદ કરી છે. હવે આનો ફાયદો યૂઝર્સ પણ ઉઠાવી શકશે.
whatsapp ના વિન્ડો અને મેક એપમાં વોઈસ અને વીડિયો કોલ અપાયા
whatsappના જણાવ્યા અનુસાર whatsapp ના વિન્ડો અને મેક એપમાં વોઈસ અને વીડિયો કોલ અપાયા છે. હાલમાં ગ્રૂપ કોલિંગને આ સપોર્ટ નહીં કરી શકે. એટલે એક જ વ્યક્તિને કોલ કરી શકાશે. જો કે, આગામી દિવસોમાં કંપની ગ્રૂપ કોલિંગ પર પણ વિચારી રહી છે.
ડેસ્કટોપથી કોલ માટે કંપનીએ પોટ્રેટ અને લેન્ડસ્કેપ મોડ પણ આપ્યા છે. વીડિયો કોલિંગ દરમિયાન એક વીડિયો વીંડોના ટોપ પર રહેશે કારણ કે મલ્ટિપલ ટેબમાં ચેટિંગ સમયે વીડિયો કોલ પ્રભાવિત ના થાય અને આપ નિરંતર આ વીડિયો જોઈ શકો.
whatsappના ડેસ્કટોપથી પણ ગ્રાહકના ફોન કોલ સિક્યોર અને પ્રાઈવેટ રહેશે
ધ્યાન આપવાવાળી બાબત એ છે કે, whatsapp વેબ માટે વીડિયો કે ઓડિયો કોલનું ફિચર નથી આવ્યું, whatsapp વેબ બ્રાઉઝરથી આ એક્સેસ કરી શકાશે. આ ફિચર એ whatsappના ડેસ્કટોપ માટે છે. whatsapp વેબમાં હાલમાં વીડિયો અને કોલિંગ ફિચર નથી. whatsappના જણાવ્યા અનુસાર whatsapp ડેસ્કટોપ પરથી થયેલા ઓડિયો કે વીડીયો કોલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. કંપનીએ કહ્યું છે કે મોબાઈલથી કોલિંગ કરે કે whatsappના ડેસ્કટોપથી ગ્રાહકના ફોનકોલ સિક્યોર અને પ્રાઈવેટ રહેશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31