Last Updated on March 19, 2021 by
દેશમાં હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ વધારવા માટે, વીમા ક્ષેત્રના નિયમનકાર ઇરડાએ મોટો નિર્ણય લીધો છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (ઇરડા)એ સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી ‘આરોગ્ય સંજીવની પોલિસી’ (Arogya Sanjeevani Policy) માં ન્યૂનતમ કવરેજ મર્યાદા ઘટાડીને 50 હજાર રૂપિયા અને મહત્તમ મર્યાદાને ધારીને 10 લાખ રૂપિયા કરી દીધી છે. ઇરડાએ ગયા વર્ષે જુલાઈમાં આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. જેમાં વીમા કંપનીઓને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા અને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીનું ફરજિયાત વીમા કવર આપવાનું કહેવામાં આવ્યું હતું.
આ નિયમ 1 મે 2021 થી અમલમાં આવશે
ઇરડાએ હવે સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓને જારી કરેલા એક પરિપત્રમાં કહ્યું છે કે આરોગ્ય સંજીવની પોલીસી હેઠળ ઉપલબ્ધ કવરેજ વધારવા માટે હાલની માર્ગદર્શિકામાં આંશિક સુધારો કરીને હવે વીમા કંપનીઓએ આરોગ્ય સંજીવની સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ અંતર્ગત 1 મે 2021થી ફરજિયાતપણે ઓછામાં ઓછું 50 હજાર રૂપિયા અને વધુમાં વધુ 10 લાખ રૂપિયા વીમા કવર આપવું પડશે.
આ કંપનીઓને લાગુ નહીં થાય નિર્દેશ
જોકે, ઇરડાએ કહ્યું છે કે નવી સુધારાવાળી માર્ગદર્શિકા બે ચોક્કસ સરકારી સામાન્ય વીમા કંપનીઓ ઇસીજીસી અને એઆઈસી પર લાગુ થશે નહીં. એગ્રિકલ્ચરલ ઇન્સ્યુરન્સ કંપની ઑફ ઈન્ડિયા લિમિટેડ (એઆઈસી) એ કૃષિ ક્ષેત્ર માટે છે જ્યારે ઇસીજીસી એક નિકાસ ક્રેડિટ ગેરેંટી કંપની છે જે નિકાસકારોને ટેકો આપે છે.
આરોગ્ય સંજીવની પોલીસીના ફાયદા
આરોગ્ય સંજીવની પોલીસીમાં હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન, દાખલ થતા પહેલાં અને પછી, આયુષ સારવાર અને મોતિયાની સારવાર નો ખર્ચ આવરી લેવામાં આવે છે. તે એક સ્ટાન્ડર્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી છે જેમાં પોલીસીધારકની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી છે.
વેક્સિન લીધા બાદ આડઅસર થઈ તો વીમા કંપનીઓએ આપવું પડશે વળતર
કોવિડ-19ના રસીકરણ (Covid-19 Vaccination)ને લઇને જો તમારા મનમાં કોઇ ડર કે ભય હોય તો તમારા માટે સારા સમાચાર છે. કોરોના વેક્સિન મુકાવ્યા પછી, જો તમારું સ્વાસ્થ્ય બગડે છે અને તમે હોસ્પિટલમાં દાખલ થાઓ છો, તો હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની તેનો ખર્ચ ઉઠાવશે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (IRDAI) એ આ સંદર્ભે એક નિર્દેશ જારી કર્યો છે. જણાવી દઈએ કે 18 માર્ચ સુધી 3.07 કરોડ લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
કોરોના વેક્સિનના કારણે બીમાર થયાં તો હોસ્પિટલનો ખર્ચ વીમા કંપની ઉઠાવશે
IRDAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જો કોવિડ-19 રસીકરણ પછી કોઈ રિએક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો શું તે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે. IRDAIએ જણાવ્યું હતું કે, કોવિડ -19 રસીકરણ પછી, જો પ્રતિકૂળ અસરોને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો હેલ્થ પોલીસીહોલ્ડર્સનો ખર્ચ કંપનીઓ ઉઠાવશે. હોલ્પિટલાઇઝેશન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી હેઠળ, પોલીસીના નિયમો અને શરતો હેઠળ આવરી લેવામાં આવે છે.
જણાવી દઇએ કે વીમા નિયમનકારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં કોવિડ -19 ની સારવારનો સમાવેશ કર્યો હતો, પરંતુ રસીનો ખર્ચ તેમાં શામેલ કરવામાં આવ્યો ન હતો, જે હજી સુધી પોલીસીની બહાર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31