GSTV
Gujarat Government Advertisement

જાણો દુનિયામાં ક્યાં મળે છે સૌથી મોંઘુ પાણી, એક બોટલની કિંમતમાં તમે ઘણું ખરીદી શકો છો

Last Updated on March 19, 2021 by

જો તમને પૂછવામાં આવે કે, પાણીની કિંમત શું છે તો તમે કહેશો કે કંઈ નહીં. આપણા દેશમાં દરેક જગ્યાએ મુફ્તમાં ઉપલબ્ધ છે. જો કે, બોટલમાં પાણીની કિંમત 20 રૂપિયા સુધીની છે. જો કે કેટલાક દેશોમાં આ ઘણી મોંઘી નેચરલ રિસોર્સ છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનું સૌથી મોંઘુ પાણી નોર્વેની રાજાની ઓસ્લોમાં વેચાય છે. અહીંયા એક લીટર પાણીની કિંમત 1.85 ડોલર એટલે કે 134 રૂપિયાની આસપાસ છે.

પાણીની કિંમતોને લઈને Holidu દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેણે દુનિયાના 120 શહેરોમાં પાણીની કિંમતના આંકડા મેળવ્યાં હતાં. ઓસ્લો પછી અમેરિકાનું વર્જિનિયા બીચ, લોસ એન્જિલિસ, ન્યુ ઓરનિલ અને સ્વીડનનું સ્ટોકહોમ આવે છે. ઓસ્લોમાં ડબ્બામાં મળનારા પાણીની કિંમત 120 શહેરોની સરેરાશ કિંમતથી 212 ટકા વધારે છે. જ્યારે બોટલના પાણીની કિંમત 195 ટકા વધારે છે. બેંગલુરૂમાં પાણીની કિંમત 0.13 ડોલર એટલે કે 9.45 રૂપિયા છે જે ઘણી સસ્તી છે.

યૂનાઈટેડ નેશને 2020માં કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે પાણીની ગુણવતા અને માત્રાને અસર પડી રહી છે. છેલ્લા એક દાયકામાં બોટલ પેકેજિંગ પાણીની માગમાં વધારો થયો છે. તેમાં હજુ વધારે ઉછાળો આવશે. ટેપ વોટરના જે ડબ્બા આવે છે લોકો તેને પીવા માટે પસંદ કરી રહ્યાં નથી. માનવામાં આવી રહ્યું છે કે, 2025 સુધીમાં બોટલના પાણીનું બજાર દુનિયામાં 300 અરબ ડોલરને પાર કરી દેશે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે નાઈઝિરિયા, લાગોસ, પાકિસ્તાન, ન્યુઓરનિલમાં પાણીની ગુણવતા ઘણી ખરાબ છે. અમેરિકાની વાત કરીએ તો વર્જીનિયા બીચ, લોસ એન્જિલિસ, ન્યુ ઓરનિલ, બાલ્ટામોર અને સૈનજોસમાં પાણી સૌથી મોંઘુ છે. અહીંયા એક બોટલ પાણીની કિંમત 1.59 ડોલરથી 1.25 ડોલરની વચ્ચે છે. સૈન ઈંટોનિયો, ડલ્લાસ, ફિલાડેલ્ફિયા અને વોશિંગટનમાં પાણી અમેરિકામાં સૌથી સસ્તું છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો