Last Updated on March 17, 2021 by
હાલમાં વારાણસી રેલ્વે સ્ટેશનમાં વાંદરાના ત્રાસથી મુક્તિ અપાવવા માટે માણસને વાનર બનતા આપ જોઈ શકશો. હકીકતમાં જોઈએ તો, વારાણસીના કૈંટ રેલ્વે સ્ટેશન પર વાનરોનો આતંક જોતા વાનરોના વેશમાં માણસોને રાખવામાં આવ્યા છે. ઉત્તર રેલ્વેએ લખનઉ મંડળને કોન્ટ્રાક્ટ પર વારાણસી કૈંટ સ્ટેશન પર આવા માણસોની નિમણૂંક કરી છે. જે વાનરોનો અવાજ કાઢીને સ્ટેશનમાંથી વાનરોને ભગાડવાનું કામ કરશે. હાલમાં વારાણસીના આ સ્ટેશનમાં વાનરોના ત્રાસથી લોકો ખૂબ પરેશાન થઈ ગયા છે.
વાંદરાના આતંકથી બચવા માટે રેલ્વેએ તોડ કાઢ્યો
આપને જણાવી દઈએ કે, વારાણસી રેલ્વે સ્ટેશન પર વાનરો દ્વારા મોટાભાગે મુસાફરોને સામાન લઈને ભાગી જતાં હોવાની ઘટના સામે આવી છે. જેની ફરિયાદ વધતા આખરે રેલ્વે પ્રશાસને તોડ શોધી કાઢ્યો છે. ઉત્તર રેલ્વેએ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે વાનરોનો અવાજ કાઢતા લોકોને કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખ્યા છે. જે વાનરોને વેશ ધારણ કરીને વાંદરાનો અવાજ કાઢી તેમને ભગાડશે. સારી વાત એ છે કે, વાનરો પણ આ વેશ જોઈને ભાગી જતાં હોય છે.
આ લોકોને અલગ અલગ પ્રકારનો અવાજ કાઢવાનો હોય છે
રેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર આવો વેશ ધારણ કરીને અલગ અલગ પ્રકારનો અવાજ કાઢતા વાનરો ભાગી જતાં હોય છે અને ઘણી વાર આ વાનરોને પકડી પણ લેતા હોય છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્ટેશન પર દરરોજ 80 હજારથી વધારે મુસાફરો આવતા હોય છે અને તેમની સુરક્ષાને ધ્યાને રાખતા આ પ્રયોગ કરવામા આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31