GSTV
Gujarat Government Advertisement

ખાનગીકરણ / મોદી સરકારના આ નિર્ણયથી ગભરાઈ સરકારી બેંકો, હવે ઉઠાવ્યું છે મોટું પગલુ

Last Updated on April 3, 2021 by

મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે ખાનગીકરણ અને વિનિવેશનો મોટો લક્ષ્ય રાખ્યો છે અને સરકાર કોઈપણ સંજોગોમાં તેને મેળવવાની કોશિશમાં લાગેલી છે. તે સિવાય ત્રણ વર્ષમાં સરકાર અસેટ મોનેટાઈઝેશનના માધ્યમથઈ 2.5 લાખ કરોડનું ફંડ એકઠુ કરવા માગે છે. નાણાકીય વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડના પ્રાઈવેટાઈજેશનનું લક્ષ્ય હાસલ કરવા માટે બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.

બેંકોમાં ખાનગીકરણની પ્રક્રિયા ઝડપી થવાના કારણે સરકારી બેંકોએ ફંડ એકઠુ કરવા માટે પોતાની સંપત્તિઓના વેચાણમાં સ્પીડને સુસ્ત કરી દીધી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તે બેંકોમાં જે છેલ્લા બે વર્ષમાં મર્જર પ્રક્રિયાથી બહાર છે. ખાસકરીને તે બેંકોએ અસેટ મોનેટાઈઝેશનની સ્પીડને ધીમી કરી દીધી છે. તેનું માનવું છે કે, જો તે પોતાની સંપત્તિ વેચશે નહીં તો બજારમાં વેલ્યુ વધારે મળશે. રોકાણકારોની આવી બેંકોમાં વધારે ઉતકંઠા હશે જેની પાસે બેંકિંગ સિવાય બીજા બિઝનેશ પણ છે જે સારીએવી અસેટ્સ પણ છે. જો કે મોદી સરકારની સરકારી બેંકોના ખાનગીકરણના નિર્ણયથી સરકારી બેંકોની ચિંતમાં વધારો થયો છે. સરકારી બેંકોની ચિંતાનું એક મોટુ કારણ એ છે કે, ખાનગીકરણમાં પ્રાઈવેટ બેંક્સ વધારે રૂચી દેખાડે છે.

ખાનગીકરણના લીસ્ટમાં કોણ ઈન અને કોણ આઉટ ?

નિતિ આયોગે સરકારને કહ્યું છે કે તે એવી બેંકોને ખાનગીકરણના લીસ્ટમાંથી બહાર રાખશે જેનું છેલ્લા બે વર્ષમાં મર્જર કરવામાં આવ્યું હોય. આવી જ રીતે SBI, PNB, BoB, કેનરા બેંક, યુનિયન બેંક અને ઈન્ડિયન બેંકને ખાનગીકરણના લીસ્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સમયમાં દેશમાં કુલ 12 સરકારી બેંક છે. તેવામાં અન્ય છ બેંકો બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેંક અને યુકો બેંક ખાનગીકરણની રેસમાં સૌથી આગળ છે.

ત્રણ વર્ષમાં અસેટ મોનેટાઈઝેશનથી 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો ટાર્ગેટ

અસેટ મોનેટાઈઝેશન પણ મોદી સરકાર માટે ઘણું મહત્વનું છે. પીએમ મોદીએ આવનારા ત્રણ વર્ષમાં અસેટ મોનેટાઈઝેશનની મદદથી 2.5 લાખ કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર લક્ષ્યને અડધું એટલે કે 1.3 લાખ કરોડ રૂપિયા રેલવે અને ટેલિકોમ સેક્ટરમાં અસેટ મોનેટાઈઝેશનથી એકઠી કરવા માગે છે. સરકારે 100થી વધારે એી સંપત્તિની ઓળખ કરી લીધી છે જેનું આવનારા સમયમાં વેચાણ થશે.

રેલવેની અસેટ મોનેટાઈઝેશનથી આવશે 90 હજાર કરોડ રૂપિયા

અસેટ મોનેટાઈઝેશનને લઈને પીએમ મોદીની જાહેરાત બાદ નીતિ આયોગ આ કામને અંજામ દેવામાં લાગી ગઈ છે. તે સિવાય અલગ અલગ મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક સાધ્યો છે. નીતિ આયોગે રેલવેના અસેટ મોનેટાઈઝેશનની મદદથી 90 હજાર કરોડ એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તે સિવાય BSNL અને MTNLના ટેલિફોન ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રકચરને વેચીને 40 હજાર કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્ય રાખ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો