GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલ-ડીઝલને લઇ મોદી સરકારનો વધુ એક ઝટકો, નાણાંમંત્રીએ આપ્યો આ સંકેત

Last Updated on March 15, 2021 by

પેટ્રોલ, ડીઝલ, એટીએફ, એલપીજીની કિંમતો ઘટશે તેવી આશા રાખી રહેલા લોકોને મોટો ઝટકો લાગશે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, ‘જીએસટી હેઠળ ક્રુડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ઇઁધણ (ATF) અને કુદરતી ગેસ લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી.’ અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં નિષ્ણાતોનાં જણાવ્યાં મુજબ પેટ્રોલ-ડીઝલ GST ની મર્યાદામાં આવે તો ભાવ ખૂબ જ ઘટી જાય.

nirmala-sitharaman

પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાની માંગ ઉઠી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે 1 જુલાઇ 2017નાં દિવસે જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ ક્રુડ ઓઇલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને વિમાનન ટર્બાઇન ફ્યુઅલને જીએસટીની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારે તેના પર એક્સાઇઝ ડ્યુટી લગાવતી રહી, જ્યારે રાજ્ય સરકારો વેટ વસુલતી રહી, એક્સાઇઝ ડ્યુટીની સાથે-સાથે વેટમાં પણ વૃધ્ધી થતી ગઇ, ત્યાં જ વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં વૃધ્ધિએ પેટ્રોલ અને ડીઝલને ઓલ ટાઇમ હાઇ પર પહોંચાડી દીધું છે, આ જ કારણ છે કે તેને જીએસટી હેઠળ લાવવાની માંગ ઉઠી રહી છે.

petrol

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે હાલ ક્રુડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને  કુદરતી ગેસને જીએસટી હેઠળ લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી, તેમણે કહ્યું કે કાયદો એ બતાવે છે કે જીએસટી કાઉન્સીલ પેટ્રોલિયમ ક્રુડ, હાઇ સ્પિડ ડીઝલ, મોટર સ્પિરિટ, કુદરતી ગેસ, અને એટીએફને જીએસટીની મર્યાદામાં લાવી શકે છે, તેમણે કહ્યું કે કાઉન્સિલ યોગ્ય સમયે આ પેટ્રોલિયમ ઉત્પાદનોને સામેલ કરવા પર વિચાર કરી શકે છે, પરંતું આ પહેલા તે તેનાથી થતી કમાણીનાં સહિતનાં વિવિધ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો