GSTV
Gujarat Government Advertisement

નિઝર: લગ્ન પ્રસંગમાં હજારોની ભીડ એકઠી કરનાર આયોજકો સામે પોલીસ એક્શનમાં

Last Updated on March 24, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સંક્રમણ વધતા આ મામલે સરકાર પણ હવે પલગાં લઈ રહી છે. ત્યારે આ વચ્ચે તાપી જિલ્લાના નિઝર માંથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, તાપીના નિઝરના વેલદા ગામમાં ગાઈડલાઈનના સંદતર રીતે ધજાગરા ઉડ્યા હતા, એક લગ્નપ્રસંગમાં હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી.

નિઝર

તાપી જિલ્લાના નિઝરના વેલદા ગામમાં લગ્નપ્રસંગે મોટા પાયે ભીડ એકત્ર કરવા મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. લગ્નમાં ઉમટેલી ભીડનો વીડિયો વાયરલ થયા બાદ નિઝર પોલીસે 3 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. નિઝર પોલીસે આયોજક જોગાભાઇ પાડવી, કોહીનુર બેન્ડના માલિક દિલીપ કોટવાડિયા અને આશિષ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે. આયોજક જોગાભાઇ પાડવીએ વગર મંજૂરીએ લગ્નપ્રસંગનું આયોજન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

મહત્વનું છેકે કોરોનાની મહામારી વચ્ચે વેલદા ગામે કોહિનૂર સ્ટાર બેન્ડની પાર્ટીમાં હજારોની ભીડ એકઠી થઈ હતી. ન તો કોઇએ માસ્ક પહેર્યા હતા કે ન તો સોશિયલ ડીસ્ટન્સનું પાલન જોવા મળ્યું હતું. આ અંગેનો વીડિયો વાઇરલ થતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો