GSTV
Gujarat Government Advertisement

પલટાયા દિવસો/ ઉત્તરાખંડ, હરિયાણા બાદ હવે આ રાજ્યમાં ડખા : નીતિશે ભાજપ-જેડીયુ ગઠબંધન તોડવાનો આપ્યો સંકેત, આ છે કારણો

Last Updated on March 12, 2021 by

બિહારમાં સત્તાધારી જેડીયુના ટોચના નેતા શ્યામ બહાદુર સિંહે ભાજપ-જેડીયુ જોડાણ તૂટશે એવો સંકેત આપતાં રાજકીય અટકળોનું બજાર તેજ છે. સિંહે સિવાનમાં જેડીયુ કાર્યકરોના સંમેલનમાં કહ્યું કે, બિહારમાં ક્યાં સુધી ગઠબંધન રહેશે અને ક્યારે તૂટી જશે તેની કોઈને ખબર નથી. સિંહે એમ પણ કહ્યું કે, ભાજપનો જરાય ભરોસો કરવા જેવો નથી તેથી નીતિશ કુમારને એટલા મજબૂત બનાવો કે ભાજપ કે બીજા કોઈ સાથીના ટેકા વિના પણ ટકી શકે.

શું બિહારમાં જેડીયુ-ભાજપ ગઠબંધન ભંગાણના આરે?

શ્યામ બહાદુર સિંહે જેડીયુ પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને નીતિશની અત્યંત નજીક મનાતા વિદ્યાનંદ વિકલની હાજરીમાં આ વાત કહી. બંને નેતાએ પોતાના ભાષણમાં સિંહની વાતને નકારી નહીં તેના પરથી સિંહની વાતોને હાઈકમાન્ડનું સમર્થન હોવાનું મનાય છે.

જેડીયુ

નીતિશ કુમારને પાડવો છે વટ

ભાજપનાં સૂત્રોના મતે, નીતિશને સત્તા ટકાવવા ભાજપના ટેકાની જરૂર છે પણ પોતે કોઈના ઓશિયાળા નથી એવું બતાવીને વટ પણ બતાવવો છે. આ કારણે તેમના ઈશારે જેડીયુના નેતાઓ આ પ્રકારનાં નિવેદનો કરે છે કે જેથી ભાજપ ડરતો રહે પણ તેનાથી ભાજપને ફરક પડતો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો