GSTV
Gujarat Government Advertisement

નીતિન ગડકરી ભરાયા/ સ્વિડનની કંપનીના કૌભાંડમાં મોદી સરકારના એક મંત્રી તરફ ઈશારો, વિવાદ બાદ કરાયો આ ખુલાસો

Last Updated on March 11, 2021 by

સ્વિડનની બસ-ટ્રક નિર્માતા કંપની સ્કેનિયાએ ભારતમાં સાત રાજ્યોમાં કોન્ટ્રાકટ મેળવવા માટે 2013થી 2016 સુધી અધિકારીઓને મોટી લાંચ આપી હોવાનો ખુલાસો થયો છે. સ્વીડિશ ન્યુઝ ચેનલ એસટીવી સહીત ત્રણ મીડિયા સંસ્થાઓએ એક જાસૂસી તપાસ બાદ આ દાવો કર્યો છે. ફોક્સવેગન એજીજની ટ્રક અને બસનું નિર્માણ કરતા યુનિટ સ્કેનિયાએ 2007માં ભારતમાં કામ કરવાનું શરુ કર્યું હતું અને 2011માં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું હતું.

2017માં કંપનીના કમર્ચારીઓ અને ટોચના મેનેજમેન્ટમાં ગંભીર ગરબડો સામે આવી હતી

સ્કેનિયા પાસેથી જવાબ માંગવામાં આવતા કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 2017માં કંપનીના કમર્ચારીઓ અને ટોચના મેનેજમેન્ટમાં ગંભીર ગરબડો સામે આવી હતી જેની તપાસ કરાવવા પર માહિતી મળી હતી કે આ લોકો લાંચ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. તેમાં અમુક કારોબારી ભાગીદારો પણ શામેલ હતા. આ બાદ સ્કેનિયાએ ભારતીય બજારમાં બસોના વેચાણ પર જ રોક લગાવી દીધી હતી તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

સ્કેનિયાના સીઈઓ હેનરિક હેનરિક્સને જણાવ્યું હતું કે તેનાથી અમુક નુકશાન તો થયું પરંતુ અમે ત્યાં અમારા યુનિટને બંધ કરી દીધું હતું. તેઓએ કહ્યું હતું કે ભારતમાં જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા તેમને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેમજ બિઝનેસ પાર્ટનરના કોન્ટ્રાકટ પણ રદ કરી દેવાયા હતાં.

ભારતીય મંત્રીને પણ સ્કેનિયાના અધિકારીઓએ લાંચ આપી હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્કેનિયાએ ચેસીસ નંબર અને લાઇસન્સ પ્લેટ બદલીને ટ્રકોના મોડેલ નંબરમાં હેરફેર કરી હતી. આ ટ્રકોને ભારતીય ખાણ કંપનીઓને વેચીને 1.18 કરોડ ડોલરનો નફો રળ્યો હતો. એસવીટીએ પોતાના રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે એક ભારતીય મંત્રીને પણ સ્કેનિયાના અધિકારીઓએ લાંચ આપી હતી. આ આક્ષેપ બાદ શંકાની સોય નીતિન ગડકરી તરફ તકાઈ હતી.

વિવાદ બાદ કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના કાર્યાલય તરફથી આ બાબતે નિવેદન જારી કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે એક મીડિયા રિપોર્ટમાં કેન્દ્રીય મંત્રીના પુત્રના નજીકના માણસની કંપનીને નવેમ્બર 2016માં સ્કેનિયા કંપનીની તરફથી લક્ઝરી બસ ભેટ આપવાની વાત કહેવામાં આવી હતી કે દુર્ભાવના પૂર્ણ છે. તમામ આરોપો આધારવિહોણા અને મીડિયાની કલ્પના છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો