Last Updated on March 20, 2021 by
દેશમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને કેસની સંખ્યમાં રોજેરોજ ઉછાળો આવી રહ્યો છે ત્યારે નિષ્ણાતોએ એવો મત વ્યકત કર્યો છે કે, અત્યારની સ્થિતિ જોતા આપણે કોરોનાની બીજી લહેરની વચ્ચે છીએ અને જો ખાસ પગલા નહીં ઉઠાવવામાં આવે તો આવતા છ-આઠ અઠવાડીયામાં રોજના એક લાખ કેસ આવી શકે છે.
છેલ્લા 15 દિવસથી કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો
નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સના ઓપરેશન રીસર્ચ ગ્રુપના પ્રમુખ ડો. એન. કે. અરોડાએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે અને જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આ ઉછાળામાં પણ વધારો થશે.
નીતિ આયોગનો દાવો- લોકો બેદરકાર રહેવા લાગ્યા છે
દરમ્યાન નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પોલે કહ્યું છે કે, લોકો બેદરકાર રહેવા લાગ્યા છે. આપણે એ વાત સમજવાની જરૂર છે કે, હજુ એક મોટો વર્ગ એવો છે કે, જેના ઉપર સંક્રમણનું જોખમ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ જોખમ વધારે છે. આ તબકકે આપણે આપણી સલામતીને નબળી પડવા દેવી જોઈએ નહીં. લોકોએ જાહેર સમારંભોથી પણ દુર રહેવું જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, જયાં સૌથી વધુ પોઝીટીવ કેસ આવી રહ્યા છે ત્યાં આરટીપીસીઆર કેસ હજુ વધારવાની જરૂર છે. કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે, જયારે કેસ ઓછા આવતા હતા ત્યારે લોકોએ બેદરકારી રાખી છે અને લગ્ન સહિતના સમારંભમાં ભીડ એકઠી થઈ છે. આવા કારણોસર ત્યારે સંક્રમણ વધ્યું છે. એક નોડલ અધિકારીએ કહ્યું કે, 70 થી 80 ટકા મામલાઓમાં દર્દીઓના લક્ષણ જોવા મળ્યા નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31