Last Updated on March 6, 2021 by
પંજાબના જાલંધરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફરી એક ત્યાં જિલ્લા પ્રશાસને શનિવારના રોજ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ત્યાં રાતના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ રહેશે.
આજ રાતથી લાગૂ થશે નિયમો
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ આદેશ શનિવારથી લાગૂ થશે. જાલંધરમાં શુક્રવારના રોજ કોરોનાના વધુ 134 નવા કેસ સામે આવ્યા છે. હેલ્થ બુલેટિન અનુસાર અત્યારે જાલંધરમાં કોરોનાના કુલ કેસમાં 856 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યાં છેલ્લા ચાર અઠવાડીયામાં કોરોનાના કેસમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા થોડા સમયમાં અચાનક તેજી જોવા મળી રહી છએ. જેને લઈને કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આ મહામારીના કારણે મૃત્યાંક ફરી એક વાર 100થી વધારે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરાયેલા આંકડા મુજબ 24 કલાકામ કોરોનાના કેસ 18,327 નવા કેસ આવ્યા છે. જેના કારણે સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડ 11 લાખ 92 હજારથી પણ વધારે થઈ ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31