Last Updated on March 18, 2021 by
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ મામલે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. ઘણા રાજ્યોએ લૉકડાઉન, નાઈટ કરફ્યૂ અને વિકેન્ડ લૉકડાઉન જેવા પ્રતિબંધ લગાવ્યા છે પરંતુ તેની અસર જોવા નથી મળી. મહારાષ્ટ્રમાં સૌથી વકરેલા કોરોનાના બુધવારે 23 હજારથી વધુ કેસ આવ્યા હતા. જ્યારે દેશમાં ગુરુવારે 35 હજાર 871 નવા કેસ નોંધાયા હતા.
સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્હી, ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપી છે કે, જો કેસની સંખ્યા આમ જ વધતી રહેશે તો લોકોએ વધુ એક લૉકડાઉન માટે તૈયાર રહેવું પડશે. ઉદ્ધવે કહ્યું તે,‘અમે લૉકડાઉન લગાવવા નથી માંગતા, પરંતુ મજબૂરી નામની પણ કોઈ વસ્તુ હોય છે.’ જ્યારે મુંબઈની મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે,‘હવે નાઈટ કરફ્યૂ લગાવવું જરૂરી થઈ ગયું છે. અમે ભીડવાળા બજારોને નવા સ્થળોએ શિફ્ટ કરવા વિચારી રહ્યાં છીએ. મુંબઈકરોએ સાથે મળીને કોરોના સામે લડવું પડશે.’
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પુણે દેશમાં સૌથીવધુ સંક્રમિત શહેર બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પુણે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 4 હજાર 745 નવા કેસ સામે આવ્યા છે.અહીં 15 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા. બુધવારે સૌથીવધુ કેસ પણ પુણેમાં જ મળ્યા હતા. કોરોનાના દર્દીઓની સંખ્યા બતાવનારી વેબસાઈટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં માત્ર પુણેમાં જેટલા દર્દીઓ મળ્યા છે, તેટલો આંક વિશ્વના 200 દેશમાં પાર થયો નથી.
ફિલિપિન્સ, હંગરી, કેનેડા, ઓસ્ટ્રિયા, પાકિસ્તાન, યુએઈ, બાંગ્લાદેશ, સ્વિત્ઝર્લેન્ડ, મલેશિયા, નોર્વેમાં પણ 24 કલાકમાં સાડા 4 હજારથી વધુ કેસ નથી આવ્યા. પુણેમાં રાજકીય, સામાજીક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને સામેલ થવાની મંજૂરી અપાઈ છે. મ્યુનિ.ની તમામ ઓફિસોમાં 50 ટકા કર્મીઓ સાથે કામ કરવાના આદેશ અપાયા છે. ખાનગી કંપનીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની સૂચના અપાઈ છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી રાતના 11થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ જેવા નિર્ણયોથી કોરોના કેસો પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31