Last Updated on April 11, 2021 by
ગયા વર્ષે 9 જૂને, સચિન વાજેએ સીઆઈયુના ઇન્ચાર્જનો હવાલો સંભાળ્યો હતો, ત્યારથી, કાઝી સચિન વાજે સાથે કામ કરતો હતો અને તે તેના તમામ કામમાં મદદ કરતો હતો.
સચિન વાજે
સચિન વાજેના સહયોગી સહાયક પોલીસ નિરીક્ષક રિયાઝુદ્દીન કાઝીની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળીઆવેલ વિસ્ફોટકથી ભરેલી કાર અને કારના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં સચિન વાજે પછીની આ બીજી ધરપકડ છે. રિયાઝ કાઝીની એનઆઈએ દ્વારા અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. સચિન વાજેની ધરપકડ બાદ રિયાઝ કાઝી એનઆઈએના રડાર પર હતો.
એવી માહિતી બહાર આવી છે કે, રિયાઝ કાઝીની ષડયંત્રમાં સામેલ થવા અને પુરાવા નષ્ટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવવાના આધારે ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા એવી પણ માહિતી મળી હતી કે રિયાઝુદ્દીન કાઝી સરકારી સાક્ષી બનવા ઈચ્છી રહ્યો છે. પરંતુ આ બધા સમાચારોનો અંત લાવીને એનઆઈએએ આખરે કાઝીની ધરપકડ કરી છે.
કોણ છે રિયાઝુદ્દીન કાઝી?
રિયાઝુદ્દીન કાઝી 2010 ની પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બેચમાં નિયુક્ત પોલીસ અધિકારી છે. કાઝી 2010 ની 102 મી બેચના અધિકારી છે. વરસોવા પોલીસ સ્ટેશનમાં કાઝીનું પહેલું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પછી, બીજુ પોસ્ટિંગ એન્ટી ચેન સ્નેચિંગ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યું હતું. આ પછી, તે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાંથી સહાયક પોલીસ નિરીક્ષક તરીકે પોસ્ટ કરાયો હતો અને તે મુંબઇ ક્રાઈમ બ્રાંચના સીઆઈયુ યુનિટમાં આવ્યો હતો.
કાઝી સચિન વાજેનો સૌથી નજીકનો સહયોગી છે
ગયા વર્ષે 9 જૂને, સચિન વાજે સીઆઈયુના ઇન્ચાર્જ પદનો હવાલો સંભાળ્યો હતો, ત્યારથી, કાઝી સચિન વાજે સાથે કામ કરતો હતો અને તે તેના તમામ કામમાં મદદ કરતો હતો. તે વાજેના નજીકના સહાયક તરીકે ઓળખાય છે.
એનઆઇએ સતત રિયાઝુદ્દીન કાઝી અને સચિન વાજે સાથે કામ કરતા પ્રકાશ ઑવ્હાલની પૂછપરછ કરી રહી છે. થોડા દિવસો પહેલા રિયાઝુદ્દીન કાઝીની સશસ્ત્ર પોલીસ ટીમ અને પ્રકાશ ઑવ્હાલની માલાબાર હિલ પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.
કંગના-રિતિકથી લઇ અર્ણબ ગોસ્વામીની ધરપકડમાં મહત્વપૂર્ણ ભૂમિકા
સીઆઈયુ યુનિટમાં કામ કરતી વખતે, રિયાઝુદ્દીન કાઝી સચિન વાજે સાથેની અનેક મહત્વપૂર્ણ તપાસમાં સામેલ હતો. આમાં ટીઆરપી કૌભાંડની તપાસ, ડીસી અવંતી કાર કૌભાંડ, ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ એપિસોડ અને કંગના-રિતિક વિવાદનો સમાવેશ થાય છે. ખાસ કરીને રાયગઢ પોલીસે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી તે કેસમાં સીઆઇયુ યુનિટ દ્વારા રાયગઢ પોલીસને મદદ કરાઈ હતી. જેમાં રિયાઝ કાઝી અને સચિન વાજેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિસ્ફોટકથી ભરેલા વાહનની નંબર પ્લેટો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા
મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી કારના કેસમાં વાહનોની નંબર પ્લેટો વારંવાર બદલવામાં આવી હતી. એનઆઈએનો દાવો છે કે રિયાઝ કાઝી આ જુદી જુદી નંબર પ્લેટો બનાવવા અને બદલવાનું કામ કરી રહ્યો હતો.
ALSO READ
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31