GSTV
Gujarat Government Advertisement

રહો સાવધાન/ તમારી પાસે તો નથી ને નકલી FASTag : NHAIએની આ ચેતવણી પર ધ્યાન આપશો નહીં તો નહીં કરી શકો ટોલ પાસ

Last Updated on March 13, 2021 by

ભારત સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ માટે ફાસ્ટટેગ ફરજિયાત બનાવ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ તેમના વાહનો પર ફાસ્ટટેગ પણ લગાવ્યા છે. ફાસ્ટટેગની અનિવાર્યતાને કારણે તેનું વેચાણ પણ ઘણું વધી ગયું છે અને તેના કારણે છેતરપિંડી પણ થઈ રહી છે.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ એક નિવેદન જારી કરીને લોકોને આ અંગે ચેતવણી આપી છે. આ ઉપરાંત પીઆઈબી ફેક્ટ ચેકની ટીમે પણ આ પ્રકારની છેતરપિંડી અંગે એલર્ટ જારી કર્યું છે. ઘણા નકલી ફાસ્ટ ટેગ પણ બજારમાં વેચાઇ રહ્યા છે, જેને તમે ખરીદીને ફસાઈ શકો છો. ચાલો આપણે જાણીએ કે ફાસ્ટટેગથી કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે.

NHAI શું કહ્યું છે

પીઆઇબી ફેક્ટ ચેકની ટીમે જણાવ્યું છે કે NHAI અને આઈએચએમસીએલના નામે બનાવટી ફાસ્ટટેગ વેચવામાં આવી રહ્યા છે. આવા ફાસ્ટટેગથી તમે કોઈપણ ટોલને પાર કરી શકશો નહીં. તેથી પીઆઇબીએ લોકોને સત્તાવાર વેબસાઇટથી ખરીદવા અથવા સરકાર દ્વારા બનાવેલા પીઓએસ પાસેથી જ ફાસ્ટટેગ ખરીદવા આગ્રહ કર્યો છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 4 હજાર પીઓએસ બનાવવામાં આવ્યા છે

કાયદેસર ઓનલાઇન ફાસ્ટટેગ ફક્ત www.ihmcl.co.in અથવા MyFASTag App એપ્લિકેશન દ્વારા જ ખરીદી શકાય છે. આ સિવાય ગ્રાહકો બેંક વેબસાઇટ પરથી ફાસ્ટટેગ બેંક અને અધિકૃત પીઓએસ પરથી પણ ખરીદી શકે છે. આઈએચએમસીએલની વેબસાઇટ પર ઘણી માહિતી આપવામાં આવી છે. જો તમે ઓફલાઇન ફાસ્ટટેગ ખરીદવા માંગતા હો તો બધા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર તેના માટે કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 26 બેંકો દ્વારા આવા કુલ ચાર હજાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

NHAI ની સલાહ?

NHAI તેની વેબસાઇટ પર માહિતી આપી છે કે કોઈએ અજાણ્યા સ્થળેથી ઓનલાઇન ઓર્ડર ન આપવા જોઈએ. આવી કોઈ ઘટના આવે ત્યારે, એનએચએઆઈની હેલ્પલાઈન પર 1033 પર ઓનલાઇન સંપર્ક કરો અથવા .nodal@ihmcl.com પર મેઇલ કરીને માહિતી આપો.

FASTag અહીંથી ખરીદો

 જો તમે તમારા માટે FASTag ખરીદવા માંગો છો, તો તમે MyFASTag એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી ખરીદી શકો છો. આ સિવાય તમે આ એપ દ્વારા રિચાર્જ પણ કરી શકો છો. આ સિવાય તમે આઈએચએમસીએલ વેબસાઇટ દ્વારા FASTag પણ બુક કરાવી શકો છો. આ સિવાય સરકારે 26 બેંકોની પણ સૂચિબદ્ધ કરી છે જ્યાંથી FASTag ખરીદી શકાય છે. IHMCLની વેબસાઇટ પર ફાસ્ટટેગ માટે એક અલગ વિભાગ આપવામાં આવ્યો છે જ્યાં તમને માન્ય બેંકો અને અન્ય વસ્તુઓ વિશેની માહિતી મળી શકે છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો