GSTV
Gujarat Government Advertisement

20 બોલમાં 102 રન ઠોકી દીધા: ફ્લડલાઈટથી ઉંચ્ચો છગ્ગો મારીને આખી મહેફિલ લૂંટી લીધી, ધડાધડ વરસાવા લાગ્યો રન

Last Updated on March 31, 2021 by

ન્યૂઝિલેન્ડના બેટ્સમેન ફિન એલને ઝડપી બેટીંગ કરનારા ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવી લીધુ છે. ઘરેલૂ ક્રિકેટમાં કેટલાય ધમાકા કર્યા બાદ હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ મંડાણ કર્યા છે. ફિનને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી 20 સીરિઝમાં રમવાનો મોકો મળ્યો છે. જો કે, મેચમાં તે કંઈ ખાસ ઉકાળી શક્યો નહોતો. પણ બીજી ઈંનિગ્સમાં તેણે નાની પણ મહત્વની રમત રમ્યો હતો. તેની આ નાની એવી ઝલકમાં તેની પ્રતિભાનો પરચો બતાવ્યો હતો. ફિન એલનનું આ કારનામું વિરાટ કોહલી માટે અતિ મહત્વનું છે. કારણ કે એલન આઈપીએલમાં વિરાટની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે.

ફિને નાની પણ મહત્વની ઈનિંગ્સ રમી

બાંગ્લાદેશ વિરુદ્ધ ફિન એલને મંગળવારે રમેલી બીજી ટી 20 મેચમાં ભલે 10 બોલ પર 17 રનની ઈનિંગ્સ રમી હોય. પણ આ દરમિયાન તસ્કીન અહેમદના બોલ પર જે આકાશી શોટ ફટકાર્યો હતો, તેણે આખી મહેફિલ લૂટી લીધી હતી. ફિને આ નાની પણ મહત્વની ઈંનિગ્સાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવી દીધો હતો. પ્રથમ બોલ પર ફિલ એલને શફલ કરીને ડીપ મિડવિકેટ પર આકાશી છગ્ગો લગાવ્યો હતો. જે સ્ટેડિયમની બહાર ફેંકી દીધો હતો. જ્યાં ફ્લડલાઈટ સાથે અથડાતા રહી ગયો હતો.

59 બોલમાં ફટકાર્યા 128 રન

ફિન એલને હાલમાં જ 50 ઓવરની ઘરેલૂ ટુર્નામેન્ટ ફોર્ડ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યારે તેણે 59 બોલની ઈનિંગ્સમાં 128 રન બનાવ્યા હતા. કમાલની વાત તો એ હતી કે, આ દરમિયાન તેણે 11 છગ્ગાને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે, 102 રન તો તેણે ચોગ્ગા અને છગ્ગા અને તે પણ ફક્ત 20 બોલમાં જ ફટકાર્યા હતા. 20.3 ઓવરમાં તો ટીમના ખાતામાં 191 રન થઈ ગયા હતા. જેમા એકલા ફિનના 128 રન હતા. એટલુ જ નહીં પણ તેની આ ઈનિગ્સના કારણે ન્યૂઝિલેન્ડનું નામ એ ક્રિકેટમાં 427 રનનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ ટોટલ સ્કોર ઉભો કરવામાં સફળતા મળી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો