GSTV
Gujarat Government Advertisement

7 દિવસ બાદ તમારી ટેક હોમ સેલરીમાં થઇ શકશે વધારો, જાણો નવા વેતનના કાયદાથી કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો

Last Updated on March 24, 2021 by

જૂનું ફાઇનાન્શિયલ વર્ષ ખતમ થવાને આરે છે. 7 દિવસ બાદ એટલે કે 1 એપ્રિલથી અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. એમાંથી એક મહત્વનો નિયમ તમારી સેલરી સાથે જોડાયેલો છે. હકીકતમાં, સરકાર તરફથી ન્યુ વેતન કાયદો એટલે કે, ન્યુ વેજેજ કોડ 1 એપ્રિલથી લાગુ થઇ જશે. આ નિયમ બાદ તમે પોતાનો ટેક્સ ઘટાડીને પોતાની ટેક હોમ સેલરી વધારી શકો છો. તો અહીં જાણીશું કે આખરે શું છે આ નવા વેતનનો કાયદો અને કેવી રીતે તમે આનો ફાયદો ઉઠાવી શકો છો.

salary

હકીકતમાં, સરકારના નવા વેતન કાયદા અંતર્ગત તમારે દર મહીને મળનારી સેલરીમાં મૂળ વેતનનો ભાગ 50 ટકા હોવો જોઇએ. મૂળ વેતનની અંદર તમારી બેસિક સેલરી, મોંઘવારી ભથ્થું અને રિટેનિંગ અલાઉન્સ શામેલ હોય છે. આ ત્રણ મુદ્દાઓને જોડીને તમારી બેસિક સેલરીની ગણતરી કરવામાં આવે છે.

નવા સ્ટ્રક્ચરથી આ રીતે થશે લાભ

હવે 1 એપ્રિલથી નવો વેજ કોડ લાગુ થયા બાદ તમે તમારી સેલરીનું સ્ટ્રક્ચર બદલી શકો છો. નવા કાયદામાં સેલરીમાં પીએફ, ગ્રેચ્યુટી, મોંઘવારી ભથ્થું, યાત્રા ભથ્થું અને હાઉસ રેન્ટ અલાઉન્સ સમાયોજિત કરવામાં આવશે. આ સાથે જ બેસિક સીટીસી 50 ટકા થવાનો અર્થ એ થાય કે, અન્ય ભથ્થાં 50 ટકાથી વધારે નહીં થઇ શકે. આ જ રીતે પીએફ અને અન્ય ભથ્થામાં પણ ફેરફાર થવાથી પણ ટેક્સનો ભાર ઓછો થઇ શકે. જેની અસર તમારી ટેક હોમ સેલરી પર દેખાશે.

51 ભથ્થાંને બહાર કરવાનો નિર્ણય

હકીકતમાં, કેબિનેટમાં નવો વેજ કોડ લાગુ કરતા પહેલાં દરેક પ્રકારની તપાસ કરવામાં આવી. ખાસ કરીને ભથ્થાંની વાત કરીએ તો કેબિનેટે તમામ 196 ભથ્થાંઓની તપાસ કર્યા બાદ 37 ને બનાવી રાખતા તેમાંથી 51ને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેથી નોકરિયાત લોકોને ભાર ઓછો થઇ શકે અને તેઓને વધારે લાભ મળી શકે. આ સાથે વર્તમાન સમયમાં કોઇ કંપનીમાં સતત 5 વર્ષ કામ કર્યા બાદ જ ગ્રેચ્યુટી મળે છે, પરંતુ નવા કાયદા અંતર્ગત, કર્મચારી લેવલ 1 વર્ષ કામ કર્યા બાદ ગ્રેચ્યુટીના હકદાર થઇ શકશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો