GSTV
Gujarat Government Advertisement

આડેધડ ટ્રાફિક નિયમો તોડતા ડ્રાઇવરોની હવે ખેર નહિ, મોદી સરકારે તૈયાર કર્યો આ ખાસ પ્લાન

ટ્રાફિક

Last Updated on February 27, 2021 by

કેન્દ્ર સરકાર દેશના હાઇવે અને કોઈ ટ્રાફિકની દુનિયામાં ડિજિટલ યુગની શરૂઆત કરવા જઈ રહી છે. રાજ્યોની પોલીસ પરિવહન વિભાગના અધિકારીઓને હાઈટેક બનાવવા કહ્યું છે. આ હેઠળ પોલીસ-ટ્રાફિક તેમજ પરિવહન અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લાગેલા છે. સરકારે આ પગલું ટ્રાફિક નિયમો તોડવા વાળા ડ્રાઈવરોને કાબુ કરશે.

હાઇવે માર્ગોને હાઈટેક બનાવવાની યોજના

રાજયોની પોલીસ તેમજ પરિવહન અધિકારીને હાઈટેક બનાવવા માટે વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમેરા, હાઇવે-જંક્શન પર કેમેરા વગેરે ડિજિટલ ઉપકરણો લગાવવાની યોજના છે. બોડી કેમેરાનો વિડીયો-ઓડિયો રેકોર્ડિંગ કોર્ટમાં પુરાવા તરીકે રજુ કરવામાં આવશે. આ ચોકડી અને હાઇવે પર પેટ્રોલિંગ કરતા ભ્રષ્ટ અધિકારી ઓ પર લગામ લાગશે. માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ માર્ગ સુરક્ષા, પ્રબંધકની નજરમાં પ્રવર્તન સબંધી નિયમ હિતધારોથી સલાહ-આપત્તિ માટે જારી કરી દીધા છે.

શું છે વ્યવસ્થાની ખાસ વાત

મંત્રાલયે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું કે નજર તેમજ પ્રવર્તન વ્યવસ્થાની ખાસ વાત એ હશે કે લાલ લાઈટ પાર કરવી, ઓવર સ્પીડ, ખોટું પાર્કિંગ, સીટ બેલ્ટ, હેલ્મેટ, મોબાઈલ પર વાત કરવા જેવા ટ્રાફિક નિયમોને તોડવાની ઘટનાનો વિડીયો-ઓડિયો રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે રજુ કરવામાં આવશે. જેનું ઉલ્લંઘન કરવા વાળા ઇન્કાર નહિ કરી શકે. ત્યાં જ ટ્રાફિક પોલીસ અનાવશ્યક વાહન ચાલકને પરેશાન નહિ કરી શકે અને લેતી દેતીની પ્રવૃત્તિ પર અંકુશ લાગશે. ખાસ કરીને હાઇવે પર ટ્રકોથી હજારો કરોડોની વસૂલીના ધંધામાં ઘટાડો આવશે.

પોલીસ સરકારી વાહનોના ડેશબોર્ડ પર સીસીટીવી કેમરા લગાવવામાં આવશે. વધુ દબાણ વાળા નેશનલ હાઇવે, જંક્શન, રાજ્ય રાજમાર્ગો પર આ વાહન ઉભા રહેશે જેની સાથે સ્પીડ કેમેરા લાગેલા હશે. એ ઉપરાંત સ્પીડ ગન, વે-ઈન-મોશન તેમજ બીજી ડિજિટલ ટેક્નિકના ઉપકરણ લગાવવામાં આવશે. જેથી શારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ, હાઇવે પર રોડ ક્રેશ વગેરેને નિયંત્રિત કરી માર્ગ સુરક્ષા મજબૂત બનાવી શકાશે. તેમણે જણાવ્યું કે રાજ્યોની રાજધાનીઓ તેમજ 10 લાખ આબાદી વાળા શહેરમાં યોગ્ય વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો