Last Updated on March 16, 2021 by
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરમાં 250 ગ્રામથી વધારે વજનના ડ્રોન ઉડાવવાને લઈને નિયમ લાગૂ કર્યો છે. જે અંતર્ગત હવે મંજૂરી વગર ડ્રોન ઉડાવવા પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેના માટે સર્ટિફિકેટ લેવું પણ જરૂરી બની જશે.
આ નિયમો 12 માર્ચથી લાગૂ કરી દીધા છે. આ નિયમ મુજબ ખરીદ, વેચાણ, આવક સહિતની અન્ય પ્રવૃતિઓ માટે હવે મંજૂરી લેવાની રહેશે. આવું નહી કરવા પર ભારે દંડ ફટકારવામાં આવશે.
લાઈસન્સ વગર ડ્રોન ઉડાવવા પર થશે કાર્યવાહી
નવા નિયમ મુજબ લાયસન્સ વગર ડ્રોન ઉડાવવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાવવા ગુનાની શ્રેણીમાં આવશે. તો વળી ઈન્ટરનેશનલ બોર્ડરના 25 કિમીના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સરકારી સંસ્થાઓ, જેવી સચિવાલય, વિધાનસભા અને કોઈ પણ રક્ષા સંસ્થાઓની આસપાસ ડ્રોન ઉડાવવા પર સખ્ત પ્રતિબંધ લગાવી દીધો છે.
કેન્દ્રના આ નિયમને મોટુ પગલુ માનવામાં આવી રહ્યુ છે
ડ્રોન ઉડાવવા માટે હવે પરમિશન લેવી જરૂરી છે. તેના માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. સાથે જ જો નિયમનું ઉલ્લંઘન થશે તો ભારે દંડ પણ ભરવાનો રહેશે. આ નિયમ લાગૂ થયા બાદ ડ્રોનનો ખોટી રીતે ઉપયોગ બંધ કરવા માટે આ પ્રકારના નિયમો બનાવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિયમને પ્રભાવી માનવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31