Last Updated on March 6, 2021 by
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18327 નવા કેસ સામે આવ્યા છે. ત્યાં 14234 લોકો સાજા પણ થયા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 108 લોકોના મોત પણ થયા છે. આ આંકડા કોરોનાના ભયથી નિકળવાના પ્રયાસો કરી રહેલા દેશ માટે ચેતવણી જનક સંદેશ છે.
દેશમાં કોરોનાના કુલ આંક 1,11,92,088 થઈ ગયા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંક મુજબ દેશમાં કોરોનાના કુલ આંક 1,11,92,088 થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી મરનારાની સંખ્યા પણ 1,57,656 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા હાલમાં 1.80 લાખ છે. આઈસીએમઆર મુજબ પાંચ માર્ચ સુધી કોરોના ટેસ્ટિંગ માટે 22,06,92,677 સેમ્પલ મેળવ્યા છે. એમાંથી શુક્રવારે 7.52 લાખ સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસના 82 ટકા કેસ ફક્ત આ પાંચ રાજ્યોમાં
સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને તામિલનાડુમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસના 82 ટકા કેસ ફક્ત આ પાંચ રાજ્યોમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 10,216 નવા કેસ આવ્યા છે જ્યારે કેરળમાં 2776 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે.
દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કો 1 માર્ચથી શરૂ થઈ ગયો
દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કો 1 માર્ચથી શરૂ થઈ ગયો છે. આ તબક્કામાં 60 વર્ષથી અધિક ઉંમરના લોકો અને 45 વર્ષથી અધિક ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ફક્ત હેલ્થકેર વર્કર અે ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સિનનો ડોઝ અપાયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31