Last Updated on February 28, 2021 by
સામાન્ય રીતે પાણી માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. પરંતુ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સૌથી વધુ જોખમી છે. આ વાતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે પ્લાસ્ટિકની બોટલો પર નવો વિકલ્પ શોધ્યો છે. તેના વિકલ્પ તરીકે MSME મંત્રાલયના આધિન કાર્યાલય ખાદી ગ્રામોધ્યોગ આયોગે વાંસની બોટલનું નિર્માણ કર્યું હતું. જે પ્લાસ્ટિક બોટલની જગ્યાએ ઉપયોગ થશે. ભારતમાં વધતા પોપ્યુલેશનને ખતમ કરવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરવું ખૂબ જરૂરી છે.
સરકારના આ પગલાથી થોડા લોકોને પરેશાની થઈ રહી છે. તો નવો બિઝનેશ શરૂ કરવાનો ઓપ્શન દેખાય રહ્યો છે. જો તમે પણ કોઈ નવો બિઝનેશ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો અમે તમને જણાવી દઈએ એક નવો બિઝનેશ આઈડિયા. વાંસના પ્રોડક્ટ બનાવી તમે કરી શકો છો સારી એવી કમાણી. આવો તમને જણાવીએ તે આ બિઝનેશ અંગે.
શું હશે બોટલની કિંમત
આ વાંસની બટલની ક્ષમતા ઓછામાં ઓછા 750 MLની હશે. અને તેની કિંમત 300 રૂપિયાથી શરૂ થશે. આ બોટલ પર્યાવરણના અનુકુળ થવા સાથે ટકાઉ પણ છે. ગત વર્ષે બે ઓક્ટોબરથી ખાદી સ્ટોરમાં આ બોટલનું વેચાણ શરૂ થયું છે. જો કે, KYC દ્વારા પહેલા જ ગ્લાસની જગ્યાએ માટીના કુલ્લડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.
આટલી રૂપિયાનું રોકાણ જરૂરી
1.95 લાખ રૂપિયાનું રોકાણ કરી આ બિઝનેશ શરૂ કરી શકાય છે. જણાવી દઈએ કે આ બિઝનેશ શરૂ કરવા માટે કોઈ ખાસ સ્કિલ અને સારા રોકાણની આવશ્યકતા નથી. જો કે આ બિઝનેશ મોટા પાયે શરૂ કરવામાં આવે તો આ બિઝનેશ શરૂ કરવાનો ખર્ચ થોડો વધી જાય છે.
અહીં કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે
જો તમે આ બિઝનેશ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અમે તમને ખાદી ગ્રામોદ્યોગના આ પ્રોજેક્ટ રિપોર્ટ દ્વારા જણાવી રહ્યા છીએ કે તમારે આ બિઝનેસ શરૂ કરવામાં ક્યાં અને કેટલા રૂપિયા ખર્ચ કરવાના રહેશે. વાંસના પ્રોડક્ટ બનાવવાનો બિઝનેશ શરૂ કરવા માટે 1,70,000 રૂપિયાનું રો-મટિરિયલ ખરીદવું પડશે. અહીં ક્લિક કરી જાણો ખર્ચ અંગે. (https://www.kviconline.gov.in/pmegp/pmegpweb/docs/commonprojectprofile/BAMBOO%20ARTICLE%20MANUFACTURING%20UNIT.pdf
વાંસથી બનતા અન્ય પ્રોડક્ટ
વાંસ કંસ્ટ્રક્શનના કામમાં આવી રહ્યા છે. તમે તેનાથી ઘર બનાવી શકો છો. ફ્લોરિંગ કરી શકો છો. ફર્નીચર બનાવી શકો છો. હેંડિક્રાફ્ટ અને જ્વેલેરી બનાવી કમાણી કરી શકો છો. વાંસથી અત્યાર સુધીમાં સાઈકલ પણ બનવા લાગી છે. કૃષિ મંત્રાલયના અધિકારીયોનો દાવો છે કે, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, રુડકીએ આને કંસ્ટ્રક્શનના કામમાં લેવાની મંજૂરી આપી દીધી છે. હવે શેડ નાખવા માટે સીમેન્ટની જગ્યાએ વાંસની સીટ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31