Last Updated on April 2, 2021 by
હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રીલથી શરૂ થઈ રહી છે અને 21 એપ્રીલે સમાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ 13 એપ્રીલથી શરૂ થઈ રહી છે અને 21 એપ્રીલે સમાપ્ત થશે.
નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા
નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનારા આ પાવન પર્વમાં શ્રધ્ધાળુ માં દુર્ગાની પૂજા-અર્ચના કરે છે અને દેવીના નવ સ્વરૂપોને અલગ અલગ વસ્તુનો ભોગ ધરાવે થે, જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નવરાત્રિના પહેલા દિવસનું ખુબ જ મહત્વ હોય છે. આ દિવસે કળશ સ્થાપન કરવાનું ખુબ જ મહત્વ હોય છે. પૌરાણીક કથા અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે નવરાત્રિના પહેલા દિવસે દેવી દુર્ગાની પૂજાથી પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
કળશની સ્થાપના ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તીથિએ કરવામાં આવે છે.
આ વર્ષે પ્રતિપદા તીથિનો પ્રારંભ 12 એપ્રીલે સવારે 8:00 વાગ્યે થાય છે.
પ્રતિપદા તીથિની પૂર્ણાહુતી 13 એપ્રીલે સવારે 10:16 થાય છે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 13 એપ્રીલે સવારે 05:58 વાગ્યાથી 10:14 વાગ્યા સુધી થાય છે. માટે કળશ સ્થાપન માટે કુલ 4 કલાક અને 16 મીનિટનો સમય મળશે.
કળશ સ્થાપના કેવી રીતે કરશો ?
કળશ સ્થાપના કરવા માટે સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. ત્યાર બાદ મંદિરની સાફ સફાઈ કરીને સ્વચ્છ કપડુ પાથરો. આ કપડા પર થોડા ચોખા રાખો. એક માટીના પાત્રમાં જવ વાવી દો. આ પાત્ર પર જળથી ભરેલુ કળશ રાખો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશમાં સોપારી, સીક્કા અને અક્ષત રાખીને આસોપાલવના પત્તા લગાવો. એક નાળીયેર લો અને તેના પર ચુંદળી લપેટીને તેને સુતરના દોરાથી બાંધી દો. આ નાળીયરને કળશ પર રાખતી વખતે દુર્ગા દેવીનું આવાહન કરો. તોના પછી દીપ પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા માટે સોના, ચાંદી, તાંબા, પીતળ અથવા માટીના કળશનું સ્થાપન થાય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31