Last Updated on March 21, 2021 by
તમે અવાર નવાર પોલીસ સ્ટેશનની સીમાને લઈને થતા વિવાદો અંગે તો સાંભળ્યું જ હશે. અથવા ઈન્ટરનેટ ઉપર બે દેશની બોર્ડર એકી સાથે જોડાયેલા હોવાના ફોટો શેર કરવામાં આવી રહ્યાં છે. એવું ભારતમાં આવેલા કેટલાક રેલવે સ્ટેશનોની સાથે પણ છે. આ રેલવે સ્ટેશનની ખાસ વાત તો એ છે કે અહીંયા અડધુ સ્ટેશન ગુજરાતમાં આવે છે તો બાકીનો ભાગ મહારાષ્ટ્રમાં આવે છે. તમે વિચારી રહ્યાં હશો કે શું આવું થઈ શકે છે. પણ હાં આ વાત સાચી છે.
એટલું જ નહીં, આ રેલવે સ્ટેશન ઉપર એક ખુરશી પણ રાખવામાં આવી છે. જેનો એક ભાગ ગુજરાતમાં આવે છે તો બીજો ભાગ મહારાષ્ટ્રમાં આવે છે. આ સાંભળવામાં ઘણુ નવું લાગે છે પરંતુ સાચી વાત છે અને તમને લોકોને અંદાજો લગાવી શકતા નથી કે ત્યાનો નજારો કેવો લાગતો હશે. સાથે જ તમારા મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે અહીંયા કામ કેવી રીતે થતું હશે અને નિયમ ક્યાં રાજ્યના ફોલો કરતા હશે. કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલે પણ Quora ઉપર તેની જાણકારી આપી રહ્યાં છે અને બતાવવામાં આવી રહ્યું છે કે, આ સીન ક્યાં રેલવે સ્ટેશન ઉપર છે. પીયુષ ગોયલે રેલવે સાથે જોડાયેલા આ તથ્યો બતાવતા કહી આ રેલવે સ્ટેશન વિશે જણાવ્યું હતું.
ક્યાં આવ્યું છે રેલવે સ્ટેશન ?
આ રેલવે સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન. વાસ્તવમાં આ રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર છે. આ કારણે તેનો એક ભાગ નવાપુરામાં છે અને એક ભાગ મહારાષ્ટ્રમાં છે. તે સુરત-ભૂસવાલ લાઈન ઉપર છે. જે દેશનં એક એવું રેલવે સ્ટેશન છે જે રાજ્યોમાં વહેચાયેલું છે. અડધુ સ્ટેશન મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લામાં આવે છે. અને અડધુ ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા પહેલા આ સ્ટેશન બની ચુક્યું હતું અને ભાગલા બાદ આ સ્ટેશનમાં કોઈ બદલાવ થયો નથી અને પરિણામ તે આવ્યું કે તે બંને રાજ્યોમાં આવે છે.
કેવી રીતે થયા ભાગલા ?
આ રેલવે સ્ટેશન વિશિષ્ટ રીતે વહેચાયેલું છે. તેમાં જ્યાં ટ્રેન ઉભી હોય કે આવે છે તે ગુજરાતના ક્ષેત્રમાંથી આવે છે. તો ક્લિયરીંગનું કામ મહારાષ્ટ્રના ભાગમાં આવે છે. સીધા શબ્દોમાં કહીએ તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મવાળો ભાગ ગુજરાતમાં છે તો જ્યાં રેલવેની ઓફિસ છે તે મહારાષ્ટ્રમાં આવે છે. નવાપુર રેલવે સ્ટેશન, મહારાષ્ટ્રના ભાગમાં આવે છે. નવાપુર મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાનો એક તાલુકો છે.
રિપોર્ટસ પ્રમાણે બે રાજ્યોમાં વેચાયેલા નવાપુર રેલવે સ્ટેશન ઉપર ચાર અલગ અલગ ભાષાઓમાં સૂચના ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને આપવામાં આવી રહી છે. અહીંયા હિંદી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં એનાઉસમેન્ટ થાય છે. તેવામાં રેલવે સ્ટેશન ખાસ છે. એવુ કહી શકાય છે અહીંયા રેલવે સ્ટેશનમાં તમારે મહારાષ્ટ્રમાંથી ટિકિટ લેવી પડે છે અને ટ્રેન પકડવા માટે ગુજરાત જવું પડે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31