GSTV
Gujarat Government Advertisement

મિશન મંગળ / NASA ના રોવરે મંગળ ગ્રહ પર 21 ફૂટનું અંતર કાપ્યું, સામે આવી તસ્વીર

Last Updated on March 6, 2021 by

હાલમાં મંગળ ગ્રહની સપાટી પર ઉતરેલા નાસાના રોવરે આ સપ્તાહે લાલ ગ્રહ પર પોતાની પહેલી પાયલટ ડ્રાઈવમાં 21 ફૂટનું અંતર કાપ્યુ છે. મંગળ ગ્ર પર જીવનની સંભાવના શોધવાના કાર્ય હેઠળ પર્સેવરેંસ રોવર ગ્રહની સપાટી પર ઉતર્યાના બે સપ્તાહ બાદ પોતાના સ્થાનથી થોડુક આગળ ચાલ્યું. રોવર શુક્રવારે આગળ અને પાછળ ચાલ્યુ. આ પ્રક્રિયા લગભગ 3.3 મિનિટ ખૂબ જ સુગમતાથી ચાલી.

કેલિફોર્નીયાના પાસાડેનામાં નાસાના જેટ પ્રોપેલન્ટ લેબોરેટરીએ પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાના ફોટા શેર કર્યા છે તે ઇજનેર અનસ જરાફિઆને કહ્યું, રોવર દોડતો અને તેના પૈડાં પરનાં નિશાન જોતાં મને ખૂબ આનંદ થાય છે. ઍમણે કહ્યું ,આ અભિયાનની એક મોટી ઉપલબ્ધિ છે. જલ્દીથી પર્સેવરેન્સ પરનું સિસ્ટમ નિયંત્રણ પૂર્ણ થશે, રોવર એક પ્રાચીન નદીના ડેલ્ટા માટે આગળ વધશે અને ઘરતી પર પરત ફરતા પહેલા ત્યાના ખડકો એકત્રિત કરશે.

સૌ. NASA

જણાવી દઈએ કે, હાલમાં જ મંગળની સપાટી પર ઉતર્યા બાદ નાસાના રોવર પોતાનુ કામ શરૂ કરી દીધુ છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું રોવર મંગળ ગ્રહની સપાટી પર ઉતરી ચૂકયુ છે. અને હવે તે પોતાના કામ પર લાગી ગયુ છે. મંગળ પર ઉતર્યા બાદ નાસાએ રોવરની તસ્વીરો મોકલી છે. જેણે નાસાએ પોતાના ટ્વિટર હેંડલ પરથી પોસ્ટ કરી છે. પ્રથમવાર આવો નજારો કેમેરામાં કેદ થયો છે.

નાસાને આશા છે કે, આગામી દિવસોમાં વધારે એક રિઝોલ્યૂશનની તસ્વીરો અને વીડિયો આવશે. પરંતુ, હજુ એ નક્કી નથી કે, તેણે પ્રથમવાર માઈક્રોફોનનો ઉપયોગ કરીને મંગળ પર ધ્વનિ રેકોર્ડ કરી છે કે નહિં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો