GSTV
Gujarat Government Advertisement

સંશોધન/ મંગળ ગ્રહ પર થઈ શકશે ખેતી : નાસાને મળી મોટી સફળતા, આ બેક્ટેરિયાના 4 સ્ટ્રેનની થઈ શોધ

મંગળ

Last Updated on March 18, 2021 by

નાસા દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી મુજબ કેટલાક સુક્ષ્મ જીવો મંગળ ગ્રહ પર પણ અસ્થાઇ રીતે જીવતા રહી શકે છે. આ સુક્ષ્મજીવોની મદદથી જ મંગળની સપાટી પર ફૂલ છોડ ઉગાડવા શકય બનશે. છોડને પૃથ્વીની બહાર ઉગાડીને વિકાસ માટે બેકટેરિયાની જરુર પડે છે. સંશોધકોએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના વિવિધ સ્થળોએ મેથિલો બેકટેરિયા કૂળના બેકટેરિયાના ૪ સ્ટ્રેનની શોધ કરી છે જેમાંથી ૧ સ્ટ્રેનની ઓળખ મિથાઇલોરુબ્રમન રોડેશિયાનમના સ્વરુપે કરવામાં આવી છે જયારે અન્ય ૩ અગાઉ જોવા મળ્યા ન હતા. મોટાઇલ બેકટેરિયાનું જીનેટિક પૃથ્થકરણ કરતા માલૂમ પડયું કે તે મિથાઇલોબેકટીરિયમ નજીકના સંબંધી જણાય છે.

મંગળ

આ માટે જાણીતી છે મિથાઇલોબેકટીરિયમ પ્રજાતિઓ

મિથાઇલોબેકટીરિયમ પ્રજાતિઓ નાઇટ્રોજન બંધારણ, ફોસ્ફેટમાં ભળી જવું અને વિષમ પરીસ્થિતિઓમાં છોડના વિકાસ અને રોગકારકો સામે લડવા માટે જાણીતી છે. જાણીતા બાયો ડાયવર્સિટી ક્ષેત્રના સંશોધક ડૉ અજમલખાનના માનમાં બેકટેરિયાની નવી પ્રજાતિ મેથિલોબેકટીરિયમને અજમલી નામ પાળવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ અંગેનું સંશોધન માઇક્રોબાયોલોજી ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત થઇ છે. આ સંશોધન અંગે નિષ્ણાતોનું માનવું છે કે અંતરીક્ષમાં પાક ઉગાડવા માટે બેકટેરિયાના સ્ટ્રેનમાં જૈવ ટેકનિકી સ્વરુપે ઉપયોગી બને તેની આનુવાંશિકતા હોઇ શકે છે. જો કે આ તો સ્રાવ પ્રાથમિક અનુમાન છે પરંતુ અંતરિક્ષમાં બેકટેરિયાના સ્ટ્રેનની મદદથી ખેતી થઇ શકે છે તેના માટે હજુ ઘણા સંશોધન પ્રયોગોની જરુર છે.

મંગળ

કુલ ૮ સ્થાનો પર સ્પેસ સ્ટેશન પર બેકટેરિયાના વિકાસ પર નજર

નાસા માનવીઓને મંગળ ગ્રહ પર લઇ જવાની મહત્વકાંક્ષા ધરાવે છે. નાસા અંતરિક્ષ જીવવિજ્ઞાન કાર્યક્રમ (સ્પેસ બાયોલોજી પ્રોગ્રામ) દ્વારા સૂક્ષ્મજીવોની ઉપસ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના સર્વક્ષણનું કામ કરવામાં આવી રહયું છે. હાલમાં કુલ ૮ સ્થાનો પર સ્પેસ સ્ટેશન પર બેકટેરિયાના વિકાસ પર નજર રાખવામાં આવી રહી છે. આ સંશોધન કાર્ય છેલ્લા ૬ વર્ષથી ચાલી રહયું છે. સ્પેસ સ્ટેશનમાં વનસ્પતિ ઉગાડીને તેના પ્રયોગને સમજવા માટે સાનુકૂળ વાતાવરણ હોય છે પરંતુ નવા મેથિલો બેકટીરિયમ બેકટેરિયા પર હજુ ઘણા સંશોધનોની જરુરીયાત છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો