GSTV
Gujarat Government Advertisement

મમતા બગડ્યા: મોદી પોતાને સ્વામી વિવેકાનંદ અને ટાગોર સમજે છે, તેઓ ધારે તો ભારતનું નામ પણ પોતાના નામે કરી નાખે !

Last Updated on March 20, 2021 by

પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકીય દંગલ ચાલી રહ્યું છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવાર કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાતને રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ સમજે છે. તેઓ ભારતનું નામ બદલીને પોતાના નામ પર પણ કરી નાંખે.

મોદી ધારે તો દેશનું નામ પણ પોતાના નામ પર કરી નાખે-મમતા

બંગાળના ખેજુરીમાં એક જનસભાને સંબોધન કરતા સમયે કહ્યું કે, શું તેઓ મહાન નેતા છે. ક્યારેક તેઓ પોતાને રવિન્દ્રનાથ ટાગોરના રુપમાં જુએ છે, તો ક્યારેક પોતાને સ્વામી વિવેકાનંદ સમજે છે. હવે તેઓ સ્ટેડિયમનું નામ પોતના નામ પર રાખે છે. ક્યારેક તેઓ તમને ભારતનું નામ પણ ભુલી જવા માટે કહેશે અને તેઓ દેશનું નામ પણ બદલીને પોતાના નામ પર કરી નાંખશે.

મોદી પર કર્યા મમતાએ આકરા પ્રહારો

મમતા બેનર્જીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી માત્ર મોટા વચનો જ આપે છે. હું આ કરીશ, હું તે કરીશ. તમે છ સાત વર્ષથી સત્તામાં છો, તમે શું કર્યું? તમે નોટબંધી કરી, દેશની અર્થવ્યવસ્થીનો નાશ કર્યો, બેરોજગારી વધારી, પ્રવાસી મજૂરોને મારી નાંખ્યા. તમે રમખાણો પણ કરાવ્યા છે.

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકોના પૈસાના દુરુપયોગનો આરોપ પણ લગાવ્યો છે. કોરોના પ્રબંધનમાં ઉપયોગમાં લેવાનું હતું, તે ધન વડાપ્રધાને ચોરી લીધું છે. ભાજપ બેટી બચાઓ બેટી પઢાઓના નારા લગાવે છે, પરંતુ તેમણે કોઈને એક રુપિયો પણ આપ્યો નથી. જ્યારે અમે દર મહિને કન્યાશ્રી ફંડ આપીએ છીએ. ભાજપને ઇર્ષ્યા થઇ રહી છે. કારણ કે બંગાળ આગળ નિકળી ગયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો