Last Updated on April 3, 2021 by
નખ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સ્વસ્થ્ય નખ હોવા સારા સ્વાસ્થ્યની નિશાની છે. આયુર્વેદ અનુસાર નખ જોઈ સ્વાસ્થ્ય કેટલું સારું છે એની જાણકારી મેળવી શકાય છે. જુના સમયમાં હકીમ નખ જોઈ બીમારીની ઓળખ કરતા હતા. માટે જે પ્રકારે શરીરને પોશાક તત્વોની જરૂરત હોય છે એવી જ રીતે નખને પણ પર્યાપ્ત પોષણની જરૂરત હોય છે. નખથી લિવર, હાર્ટ અને ફેફસા વગેરે બીમારીની જાણ થઇ શકે છે. તો આવો જાણીએ કે કયા પ્રકારના નખ કેવી બીમારી તરફ સંકેત કરે છે.
ખુબ હલકા નખ ક્યારે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. એમાં એનીમિયા, હ્ર્દય સાથે જોડાયેલી બીમારી, લિવર સંબંધિત સમસ્યા અને કુપોષણ વગેરે સમસ્યા થઇ શકે છે. જો તમારા નખનો કલર વધુ સફેદ છે તો લિવર સંબંધિત સમસ્યા થઇ શકે છે. આ રીતે નખ હેપેટાઇટિસ જેવી બીમારી તરફ સંકેત આપે છે.
શું મતલબ છે પીળા અને બ્લુ નખનો
પીળા નખનું સૌથી સામાન્ય કારણ ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે છે. જેમ જેમ સંક્રમણ વધુ થાય છે તેમ નખની પરત જાડી થઇ તૂટી જાય છે. કેટલાક મામલામાં પીળા નખ થાઇરોડ રોગ, ફેફસાની બીમારી, ડાયાબિટીઝ અથવા સોરાયસીસ જેવી ગંભીર બીમારીની સમસ્યાના કારણે થાય છે. બ્લુ રંગના નખ થવાનો મતલબ છે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહ્યું નથી. આ ફેફસાઓથી સંબંધિત બીમારી ઇમ્ફિસીમા(એવી બીમારી કે જેમાં વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે) તરફ સંકેત હોય છે. સાથે જ બ્લુ કલરના નખ હદયને લગતી બીમારીના કારણે થઇ શકે છે.
આવા નખ જીવલેણ બીમારીનો સંકેત શકે
જો નખની ચારે બાજુ સ્કિન લાલ અને ફૂલેલી દેખાય છે તો એને નખના સોજાના રૂપમાં જોવામાં આવે છે. આ લ્યુપસ અથવા એક અન્ય કનેક્ટિવિટી ટિશૂ ડિસઓર્ડરના પરિણામે થઇ શકે છે. સૂકા અને તૂટેલા નખ ખરાબ પોષણની નિશાની હોય છે. આ થાઇરોડની સમસ્યાના સંકેત આપે છે. જો નખનો નીચેનો ભાગ કાળો થઈ રહ્યો છે તો તે કેન્સર જેવા જીવલેણ રોગની નિશાની હોઈ શકે છે. ત્વચાના કેન્સરનો સૌથી ખતરનાક પ્રકાર, મેલાનોમાને કારણે પણ આ થાય છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.
નખને કોતરતું રહેવું
લોકો ઘણીવાર નખ ચાવતા અથવા એને કોતરતા કરતા જોવા મળે છે. કેટલાક લોકો માટે આ સામાન્ય છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વખતનખને કોતરતું રહેવું એ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર(એક જ વસ્તુ વારંવાર કરતુ રહેવું)નો સંકેત હોઈ શકે છે.જો કે, નખમાં ફેરફાર ઘણી સ્થિતોઓ સાથે થાય છે. આ ફેરફારો ભાગ્યે જ કોઈ રોગ માટેનો પ્રથમ સંકેત હોય છે. બધા સફેદ નખ વાળા હેપેટાઇટિસ પીડિત નથી, પરંતુ જો તમે તમારા નખની સ્થિતિ વિશે ચિંતિત છો તો તમે ડોકટરની સલાહ લઈ શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31