Last Updated on March 12, 2021 by
કોરોના વાયરસને જોતા નાગપુરમાં લોકડાઉનની તૈયારી છે. ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે, 15 માર્ચથી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. સીએમે આ રીતે જાહેરાત કર્યા બાદ હજારોની સંખ્યામાં લોકો બહાર ખરીદી કરવા માટે આવ્યા હતા. જ્યાં કોરોના ગાઈડલાઈનના ધજ્જિયા ઉડાવામાં આવ્યા હતા.
કોરોનાના કેસ વધવા છતાં નાગપુરની સિતાબુલ્દી મેન રોડ પર હજારોની સંખ્યામાં ટોળું ઉમટ્યુ હતું. રોડ કિનારે આવેલી દુકાનોમાં લોકો ખૂબ ખરીદી કરવા લાગ્યા હતા. બજારમાં ખરીદી કરતા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલી ગયા હતા.
#WATCH Nagpur's Sitabuldi Main Road full of shoppers despite rising COVID19 cases
— ANI (@ANI) March 12, 2021
Complete lockdown to be imposed in Nagpur City Police Commissionerate area from March 15 to March 21 pic.twitter.com/Cs6cvfdEKB
દારૂની દુકાને પણ લાંબી લાઈનો લાગી
બજાર ઉપરાંત રોડની સાઈડમાં આવેલી દારૂની દુકાનો પર પણ લોકોની ભીડ જામી હતી. લોકો લાંબી લાઈનો લગાવીને દારૂની ખરીદી કરવા આવ્યા હતા. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોરોના રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. રાજ્યમાં કેટલાય જિલ્લામાં પ્રતિબંધોની વચ્ચે કોરોનાના કેસ વધતા દેખાઈ રહ્યા છે. 7 ઓક્ટોબર બાદ અહીં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. દેશમાં હાલ જે આંકડા આવી રહ્યા છે, તેમાં 60 ટકા તો મહારાષ્ટ્રના જ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31