GSTV
Gujarat Government Advertisement

મ્યાનમાર ઘર્ષણ : ભારતની વધી ચિંતાઓ, સરકારે 4 રાજ્યોને આપી આ ચેતવણી કે એલર્ટ રહેશે નહીં તો ભરાશો

Last Updated on March 15, 2021 by

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં સેના અને લોકો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના પગલે હવે ભારત પર ઘૂસણખોરી અને નિરાશ્રીતોનું સંકટ ઉભું થયું છે. મ્યાનમાર અને ભારત વચ્ચેની સરહદેથી લોકો ભાગીને ભારતમાં આવી રહ્યાં છે. તાજેતરમાં મિઝોરમના એક ગામડામાં મ્યાનમારના કેટલાક પોલીસ અધિકારીઓ ભાગીને પહોંચ્યાં હતાં. હવે ભારતના ગૃહ મંત્રાલયે દેશના ચાર રાજ્યોને આ મામલે ચેતવણી આપી છે.

સત્તા પલટા બાદ સેનાએ દેશનું સુકાન પોતાના જ હાથમાં લઈ લીધું

મ્યાનમારમાં થયેલા સત્તા પલટા બાદ સેનાએ દેશનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું છે. બીજી તરફ લોકો આંગ સાન સૂચીને સત્તા પરથી હટાવવાના વિરોધમાં રોજ દેખાવો કરી રહ્યાં છે. બીજી તરફ હવે આર્મીએ લોકો પર બેફામ ગોળીબાર શરૂ કરી દીધો છે. આ સંઘર્ષની અસર ભારત પર જોવા મળી રહી છે.

તાજેતરમાં કેટલાક પોલીસ અધિકારીઓ મિઝોરમમાં આવી ગયા હતા, સાથે સાથે ફાયર બ્રિગેડના કેટલાક કર્મચારીઓ પણ ભાગીને ભારતમાં આવી ગયા છે. એક અહેવાલ પ્રમાણે મ્યાનમારના 116 નાગરિકો નદી પાર કરીને મિઝોરમના એક ગામડામાં પહોંચ્યા છે. બીજી તરફ મિઝોરમ પોલીસે મ્યાનમારના 7 પોલીસ અધિકારીઓને ભારતમાં આવવા બદલ પકડયા છે.

ગૃહ મંત્રાલયે ચારે રાજ્યોને મ્યાનમારના લોકોને પ્રવેશતા અટકાવવાની આપી સૂચના

ગૃહ મંત્રાલયનું માનવું છે કે, મિઝોરમ-મણિપુર નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં મ્યાનમારના લોકો રેફ્યુજી બનીને આવી શકે છે અને આ ચારે રાજ્યોને લોકોને પ્રવેશતા અટકાવવાની સૂચના અપાઈ છે. મંત્રાલયના કહેવા પ્રમાણે મ્યાનમારથી આવનારા લોકોને રેફ્યુજીનો દરજ્જો આપવાનો અધિકાર રાજ્યોને નથી .કારણ કે રેફયુજી અંગે સંયુક્ત રાષ્ટ્રમાં જે સંધિ થઈ છે તેમાં ભારત સામેલ નથી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો