GSTV
Gujarat Government Advertisement

હું સં-ભોગમાં તેમને સહકાર આપતી ન હોવાથી મારા પતિ મારા પર નારાજ છે, હવે જણાવો મારે શું કરવું જોઈએ

Last Updated on March 24, 2021 by

મારા પતિ સં-બંધ બાંધ્યા પછી તરત જ સૂઈ જાય છે જ્યારે હું લાંબા સમય સુધી જાગતી હોઉં છું. સં-ભોગ પછી મને તેમની સાથે ઘણી વાતો કરવાની ઇચ્છા થાય છે. પરંતુ તેમને આ વાતોમાં કોઈ રસ જ નથી. આ કારણે હું ઘણી ડિપ્રેશ રહું છું. હું એવું તે શું કરું તો મારા પતિ સં-બંધ બાંધ્યા પછી પણ મારી સાથે વાતો કરે.

શા-રીરિક સં-બંધ એક રૂટિન પ્રક્રિયાનો ભાગ બનીને રહી જાય છે

આ પ્રકારની સમસ્યા તમને એકલાને જ નથી ઘણી સ્ત્રીઓ આ સમસ્યામાંથી પસાર થાય છે. સમયનો અભાવ, થાક, તણાવ જેવા કારણોસર શા-રીરિક સં-બંધ એક રૂટિન પ્રક્રિયાનો ભાગ બનીને રહી જાય છે. પરંતુ શા-રીરિક સં-બંધો માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે. આ કારણે સં-બંધો દરમિયાન ફોર પ્લે અને આફટર પ્લેને સેક-સોલોજીસ્ટો મહત્ત્વના માની રહ્યા છે. તમારે તમારા પતિનો મુડ જોઈ રજાના શાંત વાતાવરણમાં તેમની સાથે વાત કરીને તમારી પસંદ-નાપસંદ તેમજ ઇચ્છાઓ વિશે જણાવવાની જરૂર છે.

લાગણીઓને દૂર મુકી તેને ભૂલી જાઓ, પ્રેમ એ કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી

હું ૨૦ વરસની છું. બે વર્ષ સુધી મને એક ૨૫ વર્ષના યુવક સાથે પ્રેમ હતો. પરંતુ એક ગેરસમજને કારણે મેં તેની સાથેનો સં-બંધ તોડી નાખ્યો હતો. પરંતુ હવે હું તેના વગર રહી શકતી નથી. મને મારી આ ભૂલનો ભારે પસ્તાવો થાય છે. તે બીજી યુવતી સાથે ફરવા લાગ્યો છે, તેમ છતાં તેને મારે પાછો મેળવવો છે તો શું કરવું.
તમારી તમારી આ વેવલાવેડાવાળી લાગણીઓથી પીછો છોડાવવો જ પડશે. પ્રેમ એ કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. અને આમ પણ તમે જણાવો છો તે મુજબ એ બીજી યુવતી સાથે ફરવા લાગ્યો છે તો બની શકે કે આ યુવકને તમારામાં હવે રસ હોય એમ લાગતું નથી. તે ભૂતકાળ ભૂલી આગળ વધી ગયો છે. અને તમારે પણ આમ કરવાની જરૂર છે. ૨૦ વરસની ઉંમરે તમારી સામે આખી દુનિયા છે. જાત પર દુ:ખી થવાને બદલે એમાંથી બહાર નીકળી આનંદ માણો. નવા મિત્રો બનાવો. આ સંબંધ તમારે માટે નથી એમ માનીને આગળ વધો. ભૂતકાળમાં ડૂબી વર્તમાનને નુકસાન કરવું એ ઠીક નથી.

લગ્ન જીવનમાં બંધાયા પછી શા-રીરિક સં-બંધનું પણ મહત્ત્વ

હું ૨૪ વરસની છું. મારા લગ્ન થયે બે મહિના થયા છે. હું સં-ભોગમાં તેમને સહકાર આપતી નથી. એ કારણે મારા પતિ મારા પર નારાજ છે. મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
લગ્ન જીવનમાં બંધાયા પછી શા-રીરિક સં-બંધનું પણ મહત્ત્વ વધી જાય છે. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે નજીક આવવા માટેની આ સાહજીક ક્રિયા છે. સંતોષજનક શા-રીરિક સં-બં-ધ માટે પતિ-પત્નીએ સંકોચ છોડી એકબીજાને સહયોગ આપવો જરૂરી છે. પત્નીના સક્રિય સહકાર વિનાનો સં-બંધ એક યાંત્રિક ક્રિયા સમાન બની જાય છે. અને આવા સં-બંધને પગલે પતિ તરત જ પત્નીથી કંટાળી જાય છે.

સુખી જીવન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ વાતચીત

તમે શા કારણોસર તમારા પતિને સહકાર આપતા નથી. તે નથી જણાવ્યું. જો તમારા મનમાં શા-રીરિક સં-બંધને લઈને કોઈ ડર હોય, કોઈ પૂર્વાગ્રહ બંધાયો હોય તો બંને જણા વાતચીત કરીને તે દૂર કરવાની જરૂર છે. લગ્ન પહેલાં બહેનપણીઓ દ્વારા શા-રીરિક સં-બંધોને લઈને કે સુહાગરાતને લઈને કંઈક નવા ગતકડા સાંભળ્યા હોય તેનાથી તમે ડરી ગયા હોવ તો પતિ સાથે આ બાબતની વાત કરીને તમારો ડર દૂર કરો. તમને જો શારીરિક સંબંધ બનાવતી વખતે કોઈ દુખાવો થતો હોય તો તેના વિશે પણ જણાવો. બંને વચ્ચે યોગ્ય વાતચીત નહીં થાય તો ટુંક સમયમાં જ તમે બંને વચ્ચે અબોલા જેવી સ્થિતિ થઈ જશે. તમારા માટે પતિ સાથે એકાંતમાં મળીને શારીરિક સંબંધમાં કેમ સહકાર નથી આપી શકતા તેનો ખુલાસો કરો. તમારે તમારા મનની ઇચ્છા તમારા પતિને જણાવવી જરૂરી છે અને તેમની ઇચ્છાઓ વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે. સુખી જીવન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ વાતચીત છે. વાતચીત દ્વારા તમે તમારા સેક્સ સંબંધમાં સુધારો લાવી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો