GSTV
Gujarat Government Advertisement

આવુ પણ થાય ! લગ્ન માટે ઘેલો બન્યો આ યુવાન, કર્યું કંઈક એવુ કે લોકો હસીને થયા લોટપોટ

Last Updated on March 13, 2021 by

ઉત્તર પ્રદેશના કૈરાનામાં રહેતા અઝીમ મંસૂરીએ પોલીસ સ્ટેશનમાં વિચિત્ર રજૂઆત કરી હતી. અઝીમે પોલીસ અધિકારીને કહ્યું હતું ‘મારી લંબાઈ માત્ર બે ફૂટ હોવાથી મારા લગ્ન થયા નથી. મને કન્યા શોધી આપો’
ઉત્તર પ્રદેશના કૈરાનાના પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર રજૂઆત લઈને ૨૬ વર્ષનો યુવાન આવ્યો હતો. પોલીસ અધિકારીને કૈરાનાના અઝીમ મંસૂરીએ રજૂઆત કરી હતી કે તેની વય ૨૬ વર્ષની છે. તેની લંબાઈ માત્ર બે ફૂટ હોવાથી કોઈ કન્યા મળતી નથી. તેને જોઈને જ છોકરીવાળા ના પાડી દે છે.

કોસ્મેટિક શોપ ધરાવતા અઝીમે પોલીસને કહ્યું હતું ‘એકલતાના કારણે મને રાત્રે ઊંઘ આવતી નથી. હું પરેશાન થઈ ગયો છે. તમે કન્યા શોધીને મારા લગ્ન કરાવી આપો’. આ બાબતે તેણે અલગ તર્ક આપીને કહ્યું હતું કે પોલીસ પબ્લિક સર્વન્ટ છે અને પબ્લિક સર્વન્ટ હોવાના નાતે પોલીસે તેને મદદ કરવી જોઈએ.

તેણે દલીલ રજૂ કરી હતી એ પ્રમાણે તે ઉત્તર પ્રદેશની સરેરાશ આવકના પ્રમાણમાં સારું એવું કમાય છે. યુપીના સરેરાશ યુવકો જેટલી જ તેની કમાણી છે, પરંતુ હાઈટ ઓછી હોવાથી તેના લગ્ન થતાં નથી. અઝીમે દાવો કર્યો હતો કે અગાઉ તે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પણ મળ્યો હતો અને અખિલેશ યાદવને મદદ માટે અપીલ કરી હતી. અઝીમે પત્ર લખીને યુપીના મુખ્યમંત્રી યોગીને પણ રજૂઆત કરી છે. પોલીસને વિનંતી કરી એમાં અઝીમે એવો પણ આરોપ લગાવ્યો હતો કે હવે તેનો પરિવાર તેના લગ્ન માટે પ્રયાસો કરતો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો