GSTV
Gujarat Government Advertisement

ફાયદાનો સોદો/ ટેક્સ સેવિંગ સાથે બંપર રિટર્ન મેળવવું હોય તો અહીં કરો રોકાણ, ઘણીં કામની છે આ સ્કીમ

રોકાણ

Last Updated on March 18, 2021 by

જો તમે ટેક્સ બચત સાથે મોટું વળતર મેળવવા માંગતા હો તો તમે ELSS માં રોકાણ કરી શકો છો. 31 માર્ચે, ટેક્સ સેવિંગની સીઝનનો અંત આવી રહ્યો છે અને ઘણા ટેક્સપેયર્સ નાણાકીય વર્ષ 2020-21 માટે ટેક્સ બચાવવા માટે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS)માં રોકાણ કરવાનું વિચારે છે. ELSSની પસંદગી કરતી વખતે, ઘણા રોકાણકારો તાજેતરના પ્રદર્શનના આધારે સ્કીમ પસંદ કરી શકે છે અને સ્કીમના લૉન્ગટર્મ પરફોર્મન્સને અવગણી શકે છે. ચાલો તમને તેના વિશે વિગતે જાણાવીએ.

ટેક્સ

જો કે, આજના ટોચના ELSS ફંડ્સ આવતા વર્ષે વધુ રિટર્ન આપી શકશે નહીં, પરંતુ હવેથી 3 થી 5 વર્ષ પછી રિટર્ન આપી શકે છે. તેથી, તમારી માર્કેટ કેપના આધારે 2-3 ELSS સ્કીમોમાં રોકાણ કરવું વધુ સારું છે અને જેનું જુદા જુદા ક્ષેત્રો અને ઉદ્યોગોમાં એક્સપોઝર છે.

એક અને ત્રણ વર્ષમાં ELSS કેટેગરીનું સરેરાશ રિટર્ન અનુક્રમે આશરે 40 ટકા અને 11 ટકા છે. ELSSમાં લૉક-ઇન પીરિયડ 3 વર્ષનો છે. ઘણા રોકાણકારો સ્કીમમાંથી બહાર નીકળી જાય છે અથવા તેમના ELSS યુનિટ્સને રિડિમ કરે છે. ફાઇનાન્શિયલ પ્લાનર્સ દ્વારા લોક-ઇન પીરિયડ સમાપ્ત થયા પછી સ્કીમમાંથી બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ટેક્સ

લૉક-ઇન પીરિયડ પૂરો થયા પછી પણ ચાલુ રાખી શકાય છે રોકાણ

લૉક-ઇન પીરિયજ સમાપ્ત થયા પછી, જો બજારમાં કડાકાને કારણે રિટર્ન ઓછું મળે છે, તો રોકાણકારો સ્કીમ છોડ્યા વિના તેને ચાલુ રાખી શકે છે. જ્યારે બજારમાં વૃદ્ધિ થાય છે, ત્યારે યોજનાની એનએવી વધે છે, પછી તેનો લાભ લઇ શકાય છે. રોકાણકારો ELSS માં ઓવન-એંડેડ સ્કીમમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે અને તેમના મીડિયમ ટર્મના લક્ષ્યો માટે ફંડનો ઉપયોગ કરી શકે છે.

ELSS ફંડ રેગ્યુલર અને ડાયરેક્ટ બંને યોજનાઓમાં ઉપલબ્ધ છે અને ગ્રોથ અને ડિવિડન્ડ વિકલ્પો સાથે આવે છે. 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા દરમિયાન સરેરાશ રિટર્ન અનુક્રમે 15 ટકા અને 13 ટકા છે.

ટેક્સ

આ ELSS ફંડ્સમાં કરી શકો છો રોકાણ

  • એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ (Axis Long Term Equity Fund)- 5 વર્ષ  CAGR – 18.26 ટકા
  • BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ – 5 વર્ષ  CAGR- 20.04 ટકા
  • કેનેરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર ફંડ – 5 વર્ષ  – CAGR  19.55 ટકા
  • ડીએસપી ટેક્સ સેવર ફંડ (DSP Tax Saver Fund)- 5 વર્ષ CAGR- 18.34 ટકા
  • મીરા એસેટ ટેક્સ સેવર ફંડ (Mirae Asset Tax Saver Fund) – 5 વર્ષ CAGR – 24.16 ટકા

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો