Last Updated on March 2, 2021 by
દરેક પોતાની નોકરી સાથે એક્સ્ટ્રા ઈનકમ મેળવવા ઈચ્છે છે અને ક્યાંકને ક્યાંક રોકાણ કરવા માંગે છે. જો તમારી સાથે પણ આવું જ છે તો તમે સરળતાથી એવું કરી શકો છો. જો ઓછા રોકાણ અને ઓછા સમયમાં તમે વધુ ઈનકમ મેળવવા માંગો છો તો તમારા માટે મ્યૂચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ હોય શકે છે. હકીકતમાં ગત એક વર્ષથી ફિક્સ્ડ ડિપોઝીટમાં ખાસ વ્યાજ નથી મળતું તો આ કારણે લોકો બીજા રસ્તા શોધી રહ્યા છે.
જો FDની વાત કરવામાં આવે તો FDમાં 5-6 % રિટર્ન પણ મળે છે. એટલા માટે હવે મ્યૂચ્યુઅલ ફંડ તેનાથી વધુ રિટર્ન આપી રહ્યું છે અને એક્સપર્ટ પણ મ્યૂચ્યુઅલ ફંડની જ સલાહ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, SRE Wealthના કો-ફાઉન્ડર અને CEO કીર્તન શાહે જણાવ્યું કે, મ્યૂચ્યુઅલ ફંડનો મોટો ફાયદો એ છો કે, રિટર્ન ઈંફ્લેશન અથવા મોંઘવારીને માત આપી શકાય છે. એવામાં જાણીએ કે, તમારે ક્યા પ્રકારનું રોકાણ કરવું જોઈએ અને તમે કઈ રીતે તમારી પૂંજીમાં વધુ નફો મેળવી શકો છો. આવો જાણીએ આ પ્લાન અંગે.
મળ્યું છે સારું રિટર્ન
મ્યૂચ્યુઅલની Principal Emerging Bluechip Fund સ્કિમે શાનદાર રિટર્ન્સ આપ્યા છે. જણાવી દઈએ કે જો કોઈ 6 મહિના પહેલા એટલે 21 ઓગસ્ટ 2020ના 10 હજાર રૂપિયાનું રોકાણ કરો તો હવે રકમ વધી 13083.80 રૂપિયા થઈ જશે. એટલે કે આ દરમ્યાન 31 % નું રિટર્ન પણ મળશે. આ પ્રકારે 2 વર્ષમાં આ રકમ વધી 14,796.40 રૂપિયા અને 5 વર્ષમાં આ રિટર્ન 140.67 % એટલે 10 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેંટ વધી 24066.70 રૂપિયા થઈ જાય છે. ફંડની શરૂઆત 12 નવેમ્બર 2008ના થઈ હતી. ત્યારથી અત્યાર સુધી આ 1320 %નું રિટર્ન આપી ચૂકી છે. એટલે કે 10 હજાર રૂપિયાની રકમ 13 વર્ષમાં વધી 14 લાખ રૂપિયા થઈ ગઈ છે.
ક્યા કારણે મ્યૂચ્યુઅલ ફંડ છે ફાયદાકારક ?
તમને જણાવી દઈએ કે માર્કેટની મંદીમાં વધુ યૂનિટ મળે છે અને માર્કેટમાં વધારામાં આ યૂનિટ્સ પર સારી કોસ્ટ મળે છે. ત્યારે જો તમે રિટર્નને એક સાધારણ Fixed Deposit સાથે તુલના કરો તો જાણશો કે ત્યાં વ્યાજ એક સમાન મળી રહે છે. ત્યારે કોરોનાના સમયે પણ તેની માંગ ઘણી વધી ગઈ હતી. SIPની સૌથી ખાસ વાત છે કે, દર મહિને માત્ર 500 રૂપિયાથી જ તેની શરૂઆત થઈ શકે છે.
1000 રૂપિયાના રોકાણ પર કેટલો નફો ?
જો કોઈ સતત 20 વર્ષ સુધી માત્ર 1000 રૂપિયા દર મહિને SIP દ્વારા ઈન્વેસ્ટ કરે તો 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીનું કોપર્સ જમા કરી શકે છે. ત્યાં જ રિકરિંગ ડિપોઝિટમાં આ પ્રકારનું રોકાણ માત્ર 5-5.50 લાખ રૂપિયા સુધીનું જ જમા થઈ શકશે. તમે કોઈ મ્યૂચ્યુઅલ ફંડની વેબસાઈટ પર સીધુ રોકાણ કરી શકો છો.
જો તમે ઈચ્છો તો કોઈ મ્યૂચ્યુઅલ ફંડ એડવાઈઝરની સેવા પણ લઈ શકો છો. મ્યૂચ્યુઅલ ફંડની કોઈ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાના ફાયદા એ છે કે, તમારે કમીશન આપવું પડશે નહીં. એટલા માટે લાંબા સમયના રોકાણમાં તમારું રિટર્ન વધી જશે. આ પ્રકારે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં એક સમસ્યા એ પણ છે કે તમારે જાતે રિસર્ચ કરવું પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31