Last Updated on March 13, 2021 by
પંજાબ અને હરિયાણા કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું છે કે એક હિન્દુ યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીના વિવાહ ત્યાં સુધી અમાન્ય રહે છે જ્યાં સુધી ધર્મપરિવર્તન ના થાય. જોકે, કોર્ટે એ પણ કહ્યું છે કે બંને પોતાની રજામંદીથી એક બીજા સાથે રહી શકે છે. નાબાલિગ મુસ્લિમ છોકરીના લગ્નને યોગ્ય ઠેરવવાના એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રતિક્રિયા આપી છે.
હિંદુ યુવકની પીટીશન પર સુનવણી
પંજાબ અને હરિયાણા કોર્ટની એક બેન્ચે 18 વર્ષની મુસ્લિમ યુવતી અને 25 વર્ષના એક હિંદુ યુવકની એક પીટિશન પર સુનાવણી કરી છે. બંને જણાએ એક મંદિરમાં લગ્ન કર્યા હતા. કોર્ટે એ કહ્યું છે કે છોકરી જ્યાં સુધી હિન્દુ ધર્મ અપનાવી ના લે ત્યાં સુધી આ લગ્ન અમાન્ય રહેશે. બંને વયસ્ક હોવાથી પોતાની મરજીથી સાથે રહી શકે છે.
મંદિરમાં લગ્ન કરી લેતા ધમકીઓ મળવા લાગી
બંનેએ 15 જાન્યુઆરીના રોજ એક શિવમંદિરમાં હિંદુ રીતિરિવાજો મુજબ લગ્ન કરી લીધા હતા. બંને પરિવારો તરફથી ધમકીઓ મળ્યા બાદ આ પ્રેમીપંખીડાંએ સુરક્ષા માટે કોર્ટમાં અરજી કરી હતી. બંનેએ એમ પણ કહ્યું કે તેમને અંબાલા એસપી પાસે સુરક્ષા માટે માગણી કરી હતી પણ ત્યાંથી નિરાશા મળતાં કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. એમની પાસે કોર્ટ આવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કોર્ટે આ કેસમાં સુનાવણી સમયે અંબાલા એસપીને આ બંનેની સુરક્ષા વ્યવસ્થા કરવાના તાત્કાલિક નિર્દેશો આપ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31