Last Updated on February 25, 2021 by
ટેસ્લાના મસ્કે એક ટવીટ કરી અને તેની સંપત્તિમાંથી સીધો 15 અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો. તેના લીધે સોમવારે ટેસ્લા ઇન્કોર્પોરેશનનો શેર 8.6 ટકા ઘટયો અને તે સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો હતો. તેના પગલે મસ્કની સંપત્તિમાંથી 15.2 અબજ ડોલર સાફ થઈ ગયા. ટેસ્લાના શેરમાં થયેલા જંગી ઘટાડાનું કારણ મસ્ક વીકેન્ડ દરમિયાન કરેલી ટિપ્પણી હતી. તેમા બિટકોઇન અને તેના નાના હરીફ ઇથરના ભાવને વધુ પડતા ઊંચા ગણાવ્યા હતા. તેમનો સંદેશો ટ્વિટર દ્વારા ફેલાયો હતો.
ટેસ્લાએ તેની બેલેન્સ શીટમાં બિટકોઇન દ્વારા 1.5 અબજ ડોલર ઉમેર્યાના બે સપ્તાહ પછી આ ટવીટ કરી હતી. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ગયા વર્ષે 400 ટકા જેટલી વધી હતી તેણે સળંગ બીજા દિવસે ઘટાડો નોંધાવ્યો હતો અને એક સમયે તે આ રેલી જારી રહેવાની શંકાના પગલે 50,000 ડોલરથી નીચે ઉતરી ગયો હતો.
મસ્કે સોમવારે ટવીટે કરી હતી કે કંપનીનું મોડેલ વાય સ્ટાન્ડર્ડ રેન્જ એસયુવી ઓફ ધ મેનું પણ ઉપલબ્ધ હશે. તેની સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ ન્યૂઝ સાઇટ ઇલેક્ટ્રેક્ટના તે અહેવાલોનો સમર્થન આપ્યું હતું કે આ મોડેલ તેના ઓનલાઇન કન્ફિગ્યુરેટરમાંથી દૂર કરવામાં આવ્યું હતું. મસ્કે 15 અબજ ડોલર ગુમાવતા તે વિશ્વના 500 અબજપતિઓના બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં ટોચ પરથી બીજા ક્રમે ઉતરી ગયા હતા.
તેમની સંપત્તિ જાન્યુઆરીના 210 અબજ ડોલરની ટોચ પરથી ઘટીને 183.4 અબજ ડોલર થઈ ગઈ હતી. મસ્કની સંપત્તિ ઘટતા એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમના મૂલ્યમાં 3.7 અબજ ડોલરના ઘટડા છતાં પણ 186.3 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ટેસ્લાનો શેર ચાલુ વર્ષે 25 ટકા વધ્યો હતો, પરંતુ મસ્કની ટવીટના લીધે તેણે આ વર્ષે નોંધાવેલો બધો વધારો ધોઈ નાખ્યો છે.
બંને અબજપતિઓ જાન્યુઆરીથી પહેલા-બીજા ક્રમે ઉપરનીચે થતા રહ્યા છે. મસ્કની રોકેટ કંપની સ્પેસેક્સે આ મહિને 85 કરોડ ડોલર એકત્રિત કર્યા હતા. આમ તેણે ઓગસ્ટના મૂલ્યથી 60 ટકા વધારો નોંધાવતા 74 અબજ ડોલરનું મૂલ્ય નોંધાવ્યું હતું. મસ્કે બેઝોસને ટોચના સંપત્તિવાનના સ્થાનેથી દૂર કર્યા તે પહેલા બેઝોસે સળંગ ત્રણ સુધી વિશ્વના ટોચના ધનપતિનું સ્થાન જાળવ્યું હતું.
બિટકોઈનના ભાવમાં 24 કલાકમાં ગબડી 55050માંથીથી 44960 થઈ ગયા હતા.
બિટકોઈન્સમાં 16થી 17 ટકાનો મોટો કડાકો બોલી ગયો હતો. મોડી સાંજે ભાવ 48799થી 48800 ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકાની નવી સરકારમાં નાણાંપ્રધાન જેવી ટ્રેઝરી સેક્રેટરીનું પદ સંભાળતા જેનેટ યેલેને બિટકોઈનને અત્યંત બિનકાર્યક્ષમ (એકસ્ટ્રીમલી ઈનએફીસીયન્ટ) તરીકે ગણાવતાં બિટકોઈનમાં ગભરાટભરી વેચવાલીએ આજે વેગ પકડયો હતો તથા માર્ચ- 2020 પછીનો સૌથી મોટો ભાવ કડાકો જોવા મળ્યો હતો.
ભારતના શેરબજારમાં વોરેન બુફે ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે તેઓ કદી બિટકોઈનમાં રોકાણ કરશે નહિં તથા ભારત સરકારને બિટકોઈન પર પ્રતિબંધ મૂકવા તેમણે હાકલ કરી હતી. કોઈપણ કરન્સીની રચના કરવી એ માત્ર અને માત્ર સરકારોનો હક છે અને સરકારો સિવાય કોઈપણ પોતાની કરન્સી રજુ કરી શકે નહિં એવું તેમણે જણાવ્યું હતું. દસ- દસ ટકાની મોટી વધઘટ કઈ કરન્સીમાં જોવા મળે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31