Last Updated on March 2, 2021 by
સેન્ટ્રલ રેલવેએ પ્લેટફોર્મ પર ભીડને રોકવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિઝનના પમુખ્ય સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટની કીંમત 5 ગણી વધારી છે. કોવિડ-19 મહામારીના વધતા કેસોને જોઈને આગામી ગરમીના વાતાવરણમાં વધારે ભીડથી બચવા માટે સેન્ટ્રલ રેલ્વેએ આ પગલુ ઉઠાવ્યુ છે. સેન્ટ્રલ રેલ્વેએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ અને થાણે, કલ્યાણ, પનવેલ અને ભિવંડી રોડ સ્ટેસનો પર પ્લેટફોર્મ ટિકિટોની કીંમતમાં 10 રૂપિયાનો વધારો કરી 50 રૂપિયા કરી દીધી છે.
નવો દર 15 જૂન સુધી લાગૂ રહેશે
મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતરે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં રેલ્વે સ્ટેશનો પર ભીડ ઘટાડવા પ્લેટફોર્મ ટિકિટની કિંમત 50 રૂપિયા કરી દેવામાં આવી છે. આ પગલું ભીડ નિયંત્રણની ખાતરી કરવા માટે છે. તેમણે કહ્યું કે, નવો દર 24 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે અને આ વર્ષે 15 જૂન સુધી લાગુ રહેશે. તેમણે કહ્યું કે ઉનાળાની સફર દરમિયાન આ સ્ટેશનો પર વધારે ભીડ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધી રહ્યા છે કોરોનાના કેસ
જણાવી દઈએ કે, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મુંબઈમાં રોડ કોવીડ-19ના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં હજુ સુઘી 3.25 લાખથી વધુ કોરોના કેસ અને 11,400થી વધુ લોકોના મોત આ વાયરસના કારણે થયા છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31