GSTV
Gujarat Government Advertisement

OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ

Last Updated on February 26, 2021 by

કેન્દ્ર સરકારે ગુરુવારે સોશ્યલ મીડિયા અને ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ માટે નવી ગાઈડલાઈંસ જારી કરી છે. મુંબઈ પોલિસે કેન્દ્ર સરકારના આ નિર્ણયના વખાણ કર્યા છે. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ કહ્યુ કે, OTT પર જે અશ્લીલ સામગ્રી દેખાડવામાં આવી રહી છે. આશા છે કે, નવી ગાઈડલાઈન્સ બાદ પોર્ન ફિલ્મ બનાવવા અને તેને વેચવાવાળાઓ પર કેટલીક હદે ડર રહેશે.

ગત એક પખવાડિયામાં સીનિયર ઈંસ્પેકટર કેદારી પવાર, લક્ષ્મીકાંત સાલૂંખે અને ધીરજ કોલીની ટીમે પોર્ન ફિલ્મોથી જોડાયેલી રેકેટમાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં અભિનેત્રી ગેહના વશિષ્ઠ અને એક મોટી કંપનીના મેનેજીંગ ડિરેકટર ઉમેશ કામતનું નામ મોખરે છે.

અઘિકારીઓએ કહ્યું કે, OTT પ્લેટફોર્મ પર 100થી વધુ પોર્ન ફિલ્મોના પુરાવા

ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેના અત્યાર સુધીના રોકાણોમાં 100 થી વધુ અશ્લીલ ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર પુરાવા મળ્યા છે. અમારી તપાસ ચાલુ છે. લાગે છે કે આ સંખ્યા ખૂબ વધારે હશે. આ અધિકારીના કહેવા મુજબ, જ્યારે તેણે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી, તો કેટલાક લોકોએ કહ્યું કે તેઓએ પહેલા કોઈ પણ અશ્લીલ સામગ્રી વિના ટૂંકી ફિલ્મો બનાવી. જ્યારે આ દર્શકો ઓછા થયા, ત્યારે તેઓએ તેમની ફિલ્મોમાં કેટલાક અશ્લીલ દ્રશ્યો મૂકવાનું શરૂ કર્યું. પછીથી, ધીરે ધીરે આ લોકોએ સંપૂર્ણ પોર્ન ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

દરેક અશ્લીલ ફિલ્મમાં નવી હિરોઈન, આ છે કારણ

અઘિકારીનું કહેવુ છે કે, વધારે પોર્ન ફિલમોમાં દરેક ફિલ્મમાં નવી હિરોઈનો જ લેવામાં આવી છે. તેનું કારણ એ હતુ કે, ઘણી યુવતીઓને શૂટિંગ પહેલા અસલી કહાની બતાવામાં આવી ન હતી. જયારે તેને જબરદસ્તી પોર્ન ફિલ્મો કરાવાઈ, તો બદનામીના ડરથી કેટલીક યુવતીઓએ તે શહેર જ છોડી દીધુ.

પોર્ન ફિલ્મોમાં 20-25 ઉંમરની યુવતીઓને લેવામાં આવતી હતી

ક્રાઈમ બ્રાંચની તપાસમાં એ વાત સામે આવી કે, પોર્ન ફિલ્મોની શૂટિંગ માટે 20 થી 25 વર્ષની વચ્ચેની યુવતીઓનુ જ સિલેકશન કરાતુ હતુ. અને તેના પોર્ન વિડિયોને OTT ના અલગ-અલગ એપ્સ પર અપલોડ કરાતા હતા. 199થી લઈને 1999 રૂપિયાની આ સ્કીમમાં કરોડો લોકોને પોર્ન ફિલ્મોમી આવી એપ્સને સબસ્ક્રાઈબ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો