GSTV
Gujarat Government Advertisement

છોકરીઓને ટ્યૂશન ક્લાસીસમાં મોકલતા પહેલા ધ્યાન રાખજો: પહેલા ટ્યૂશન પછી ઉતારતા હતા ગંદા વીડિયો, કેટલીય છોકરીઓને આવી રીતે ફસાવી

Last Updated on February 27, 2021 by

આ સમાચાર એવા કેટલાય વાલીઓ માટે ખાસ છે, જે પોતાની દિકરીઓને ટ્યૂશનમાં ભણવા માટે કોચિંગ સેન્ટરમાં મોકલતા હોય છે. મુંબઈમાં પણ એક એવા કોચિંગ સેન્ટર વિશે જાણવા મળ્યુ છે, જ્યાં છોકરીનો ભોળવીને ફોસલાવીને પ્રેન્ક વીડિયો શૂટ કરવામા આવતા હતાં. આરોપી આ માટે છોકરીઓને સાર્વજનિક જગ્યાએ 10-15 મીનિટ માટે લઈ જતાં હતાં. વાતચીત દરમિયાન તેમના પ્રાઈવેટ પાર્ટને પણ ટચ કરી લેતા હતા. એટલુ જ નહીં પણ આરોપીઓ આ છોકરીઓને મોં નહીં ખોલવાની પણ ધમકી આપતા હતા. ત્યારે આવી જ એક ટોળકી પોલીસના હાથે લાગી છે.

મુંબઈ પોલીસે ત્રણ આવા યુવકોની ધરપકડ કરી છે. જે ફેસબુક અને યૂટ્યૂબ પર વધુ પૈસા કમાવવાની લાલચમાં અશ્લીલ વીડિયો બનાવીને પોસ્ટ કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી મિલિંદ ભારંબેના જણાવ્યા અનુસાર આ યુવકો લોકોને ખોટી જાણકારી આપીને અશ્લીલ વીડિયો બનાવતા હતા. આ યુવકોએ કેટલીય છોકરીઓના અશ્લીલ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા, અને સાથે જ આ છોકરીઓને કોઈને ન કહેવાની ધમકી પણ આપતા.

પ્રેન્કના નામ પર છોકરીઓનુ યૌન શોષણ કરતા


ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ યુવકો છોકરીઓના પ્રેન્ક વીડિયો બનાવીને બાદમાં તેમની સાથે અશ્લીલ હરકતો પણ કરતા. સાથે જ તેઓ અશ્લીલ ભાષાનો પણ પ્રયોગ કરતા હતા.

અશ્લીલ વીડિયોથી 2 કરોડની કરી કમાણી


ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આવા વીડિયો બનાવ્યા બાદ ફેસબુક અને યુટ્યૂબ પર લગભગ 17 ચેનલોમાંથી 2 કરોડની આસપાસ કમાણી કરી હતી. અમુક પીડિત મહિલાઓની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્યૂશન દ્વારા છોકરીઓને ફસાવતા હતા આરોપીઓ


મિલિંદ ભારંબેએ જણાવ્યુ છે કે, આ મામલે મુખ્ય આરોપી વર્ષ 2008માં દશમાં ધોરણમાં ટોપર રહી ચુક્યો છે. હાલમાં તે ટ્યૂશનમાં ભણાવે છે અને તે સગીર વયની છોકરીઓના પ્રેન્ક બનાવામાં શામેલ છે. તે છોકરીઓને ફોસલાવીને બાદમાં તેમની સાથે અશ્લીલ હરકતો કરતો હતો.

કોરોનાકાળમાં વધ્યા અશ્લીલ વીડિયો


ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર કોરોનાકાળામં આવા વીડિયો બનાવવાની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. લગભગ 17 જેટલી ચેનલો દ્વારા લગભગ 300 જેટલા અશ્લીલ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓને પોક્સો એક્ટ અંતર્ગત ધરપકડ કરાયા છે. જેમાં મુખ્ય આરોપીનું નામ મુકેશ ગુપ્તા છે. જે 29 વર્ષનો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો