GSTV
Gujarat Government Advertisement

એન્ટ્રી/ ટેલિકોમ સેક્ટર બાદ હવે આ સેક્ટરમાં જંપ લાવવાની યોજના બનાવી રહ્યા છે મુકેશ અંબાણી, આ છે આખો પ્લાન

એન્ટ્રી

Last Updated on February 26, 2021 by

વર્તમાનમાં સમગ્ર વિશ્વની કાર નિર્માતા કંપનીઓ ઈલેક્ટ્રીક વ્હિકલ લોન્ચ કરી રહી છે. તેમાં પોપ્યૂલ કંપનીઓથી લઈને નાની સ્ટાર્ટ-અપ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. હવે આ સેક્ટરમાં ભારતના સૌથી મોટા અમિર વ્યક્તિ મુકેશ અંબાણી પણ એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મુકેશ અંબાણી ઈલેક્ટ્રિક વ્હિકલ્સની બેટરી અને અન્ય રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં એન્ટ્રી કરવાના પ્લાનિંગમાં છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફોસિલ ફ્યૂલની જગ્યાએ નવી એનર્જી અને નવા મટિરિયલને તૈયાર કરવાની જાહેરાત કરી છે. INC42ના રિપોર્ટ અનુસાર, કંપનીએ 2035 ઝીરો કાર્બન પ્રોડ્યૂસ કરનાર કંપની બનાવવાનો દાવો કર્યો છે. કંપની હાલ વિશ્વસનીય, સ્વચ્છ અને સસ્તા ઉર્જા અને સ્ટોરેજ સિસ્ટમને બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. આ ઉપરાંત કંપનીના ભવિષ્યમાં બેટરીને હાઈડ્રોજન, સોલાર અને વિંડ માટે ઉપયોગમાં લેવાની યોજના બનાવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈડ્રોજન બેસ્ટ ઈકોનોમીમાં પરિવર્તનને ગતિ આપવાનો છે.

આ જગ્યાએ થઈ શકે છે બેટરીનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે, કંપની વર્તમાનમાં ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં એન્ટ્રી કરવાની પોતાની યોજનાઓના રુપે જાહેરાત કરી નથી. પરંતુ ઈલેક્ટ્રોલાઈટ્સના ઈંધણ સેલ અને વિકાસ કંપનીના ઈરાદાનો સંકેત આપે છે. તે જલ્દી જ એવું કરી શકે છે. રિલાયન્સે બેટરી બનાવવાની વાત કરી છે પરંતુ એ સ્પષ્ટ કર્યું નથી કે તે કઈ ઈન્ડસ્ટ્રીઝને ઓફર કરાવશે. આ બેટરીનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનોની સાથે સાથે વિંડ, સોલાર અને અન્ય ઉર્જા સ્ત્રોતોથી ઉર્જાને સ્ટોર કરવા માટે કરી શકાય છે.

નોંધનિય એ છે કે કંપની તરફથી નવી જાહેરાત ત્યારે કરવામાં આવી જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. અમૂક રાજ્યોમાં તો પેટ્રોલની કિંમત લગભગ 100 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.

10,000 EVથી દર મહિને થશે 30 કરોડ રૂપિયાની બચત

આ ઉપરાંત સરકાર પણ સતત ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર જોર આપી રહી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરે તાજેત્તરમાં કહ્યું છે કે, ઈલેક્ટ્રિક વ્હિકલ ખૂબ ફાયદાકારક છે. અને જો દિલ્હીમાં 10,000 ઈલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ થાય છે તો દર મહિને ફ્યૂલ પર ખર્ચ કરવામાં આવતા 30 કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. આ સાથે જ તેમણે તમામ ડિપાર્ટમેન્ટમાં ઈલેક્ટ્રીક વ્હિકલ્સને મેનડેટરી કરવાની વાત કહી છે. દિલ્હી સરકારે પણ હાલમાં જ ઈલેક્ટ્રિક વ્હીકલનો પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે સબસિડીની જાહેરાત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો