Last Updated on March 20, 2021 by
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરોમાં શુક્રવારે બપોર બાદ આવેલા ઉછાળાથી મુકેશ અંબાણીની નેટવર્થમાં 3.03 અબજ ડોલર (લગભગ 22,000 કરોડ રૂપિયા)ની વૃધ્ધી થઇ છે, શુક્રવાર સવારે કે દુનિયાનાં સૌથી અમીરોની ટોપ લિસ્ટમાંથી બહાર થઇ ગયા હતાં, પરંતું સાંજ સુધી તે ફરીથી ટોપ ટેનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા, Bloomberg Billionaires Index નાં મુજબ તે 81 અબજ ડોલરની નેટવર્થની સાથે દુનિયાનાં અમીરોની યાદીમાં 10માં સ્થાન પર આવી ગયા છે, આ વર્ષે તેમની નેટવર્થમાં 4.32 અબજ ડોલરની વૃધ્ધી થઇ છે.
અગાઉ અમીરોની યાદીમાં નીચે આવી ગયા હતા
રિલાયન્સનાં શેરોમાં શુક્રવારે બિએસઇ પર 3.60 ટકાની છલાંગ સાથે 2081.90 પર બંધ થયા, જેમાં રિલાયન્સનું માર્કેટ કેપ 1,341,805.09 કરોડ રૂપિયા પર પહોંચી ગયું, 16 સપ્ટેમ્બર 2020નાં દિવસે રિલાયન્સનું માર્કેટ કેપ 16 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું હતું, અને અંબાણીની નેટવર્થ 90 અબજ ડોલર પર પહોંચી ગઇ હતી, તેનાં કારણે તે દુનિયાના અમિરોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયા હતાં, ત્યાર બાદ રિલાયન્સનાં શેરોમાં ઘટાડો આવ્યો અને અંબાણી અમિરોની યાદીમાં નીચે સરકી ગયા.
ગૌતમ અદાણી 25માં સ્થાને
આ યાદીમાં સ્થાન મેળવનારા ભારતીયોમાં અદાણી ગ્રૂપનાં ચેરમેન ગૌતમ અદાણી 25માં સ્થાન પર છે, તેમની નેટવર્થ 50.1 અબજ ડોલર છે, આ વર્ષે તેમની નેટવર્થ 16.4 અબજ ડોલર વધી છે, એમેઝોનનાં સીઇઓ જેફ બેઝોસ 181 અબજ ડોલરની નેટવર્થની સાથે પહેલા સ્થાન પર છે, ટેસ્લા અને સ્પેસએક્સનાં સીઇઓ એલન મસ્ક 170 અબજ ડોલરની નેટવર્થની સાથે બીજા સ્થાન પર આવી ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31