Last Updated on March 15, 2021 by
શેર બજારમાં સોમવારે એક શેરે શાનદાર શરૂઆત કરી હતી. MTAR Technologies ની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. MTAR Technologiesનો શેર બીએસઈ ઉપર 85 ટકા પ્રિમિયમની સાથે 1,063.90 રૂપિયાની સાથે લીસ્ટ થયો હતો. ત્યારે એનએસઈ ઉપર શેર 82 ટકા પ્રિમિયમ સાથે 1050 રૂપિયા પર લીસ્ટ થયો હતો.
આઈપીઓનો ઈશ્યુ પ્રાઈસ 574-575 રૂપિયા પ્રતિ શેર હતો. જો કે હાલ કંપનીનો શેર 1076.60 રૂપિયાના ભાવ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તે લિસ્ટિંગ પ્રાઈસથી 1.19 ટકા ઉપર છે.
MTAR Technologies ના આઈપીઓને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. આઈપીઓ 200.79 ગણો સબ્સક્રાઈબ થયો હતો. આઈપીઓ 3 માર્ચે ખુલીને 5 માર્ચે બંધ થયો હતો. કંપનીએ આઈપીઓના માધ્યમથી 596 કરોડ રૂપિયા એકત્ર કર્યાં છે.
MTAR Technologies ન્યુક્લિયર, ડિફેંસ અને એરોસ્પેસ ઈક્વિપમેન્ટ સ્પેસ સેક્ટરમાં છેલ્લા ચાર દાયકાથી પોતાની સેવાઓ આપી રહ્યું છે. ક્લાઈન્ટ લિસ્ટમાં ISRO, NPCIL, DRDO, બ્લુમ એનર્જી, રાફેલ જેવા નામોનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર 2020 સુધી MTARની પાસે 336 કરોડ રૂપિયાનો ઓર્ડર બુક હતા. જે FY20ની રેવન્યુના 1.6 ગણા છે. ઓર્ડર બુકમાં સ્પેસ અને ડિફેન્સ સેગમેન્ટનો માર્કેટ શેર 48 ટકા છે. નાણાકીય વર્ષ 2020માં EBITDA માર્જિન 28.5 ટકા રહ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31