Last Updated on April 9, 2021 by
સરકારે MSME અને નાના વેપારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેમેન્ટ બેંકોમાં રાખવામાં આવતી મહત્તમ રકમની મર્યાદા 1 લાખથી વધારી 2 લાખ કરી દીધી છે. નાના વેપારીઓ, MSME સહિત ગ્રાહકોની જરૂરિયતોને પૂર્ણ કરવા માટે તાત્કાલિક પ્રભાવથી ફેરફાર કરાયો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે નાણાકિય નીતિ સમિતિની બેઠક પછી આ નિર્ણયની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ચુકવણી માટે બેંકો માટે આ મર્યાદા 1 લાખ પ્રતિ વ્યક્તિ હતી.
RBIએ એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે પેમેન્ટ બેંકોની નાણાકિય સમાવેશ ક્ષેત્રમાં પ્રગતિ તેથી પ્રતિ ગ્રાહક મહત્તમ રકમ રાખવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારી 2 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દેશમાં વર્તમાનમાં અંદાજે 6 પેમેન્ટ બેંક
અકાઉન્ટમાં રકમ રાખવાની મર્યાદા બેગણી કરવાનો નિર્ણય પેમેન્ટ બેંકોની કાર્યશૈલીની સમીક્ષા પર આધારિત છે. દેશમાં વર્તમાન સમયે અંદાજે 6 પેમેન્ટ બેંક છે.
મોબાઇલ વોલેટ અને પ્રીપેડ કાર્ડ જેવા તમામ પ્રીપેડ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ (PPI) હવે બેંકોની જેમ કામ કરશે. ફિનટેક અને પેમેન્ટ કંપનીઓના ગ્રાહક પણ RTGS અને NEFT દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. નોન-બેંક પેમેન્ટ સિસ્ટમને પણ આ સુવિધા આપવામાં આવશે. આ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ, કાર્ડ નેટવર્ક્સ, વ્હાઇટ લેબલ એટીએમ ઑપરેટર્સ સુધી તેને વધારવામાં આવી છે..
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31