GSTV
Gujarat Government Advertisement

બફાટ/ છોકરીઓએ મર્યાદામાં રહેવું જોઈએ…તીરથ સિંહ બાદ હવે શિવરાજનાં પ્રધાન ઉષા ઠાકુરની જીભ લપસી

ઉષા

Last Updated on March 23, 2021 by

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે ફાંટેલી જીન્સ સાથે આપેલા નિવેદન અંગે રાજકીય નિવેદનબાજી ચાલું જ છે. હવે આ ચર્ચામાં મધ્યપ્રદેશનાં સંસ્કૃતિ પ્રધાન ઉષા ઠાકુરનું નામ પણ જોડાયું છે. શિવરાજ સિંહ સરકારના પ્રધાનનું કહેવું છે કે છોકરીઓએ મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ફાટેલા કપડાં પહેરવાને અપશુકન માનવામાં આવે છે.

ઉષા

ભારતીય સંસ્કૃતિમાં ફાટેલા કપડાં પહેરવાને અપશુકન માનવામાં આવે છે

અત્રે ઉલ્લેખનિય છે કે, તીરથ સિંહ રાવત મુખ્ય પ્રધાન બન્યાનાં થોડા જ દિવસ પછી યુવતીઓ દ્વારા ફાટેલી જીન્સ પહેરવાની બાબતે વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તેમના નિવેદનની આખા દેશમાં ટીકા થઈ હતી અને તે જ સમયે તેઓ ઘણા લોકોના નિશાન પર પણ આવી ગયા હતા.

ઉષા

ઉષા ઠાકુર તીરથ સિંહની વાત સાથે સંપુર્ણ સંમત

મધ્ય પ્રદેશનાં સંસ્કૃતિ પ્રધાન ઉષા ઠાકુરે કહ્યું કે તીરથ સિંહની વાત સાથે તે સંપુર્ણ સંમત છે, તેમણે કહ્યું કે યુવતીઓએ રિપ્ડ જીન્સ પહેરવા ન જોઇએ, તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ફાંટેલા કપડાં પહેરવા તે અપશુકન મનાય છે.

તેમણે યુવતીઓને મર્યાદામાં રહેવાની સલાહ આપી છે, પછી તેમણે કહ્યું કે એમપીની યુવતીઓ મર્યાદામાં રહે છે, પરંતું જે ફાંટેલા કપડા પહેરે છે તો તેમણે પોતાની સંસ્કતિ અને સંસ્કારોની ચિંતા કરવી જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો