GSTV
Gujarat Government Advertisement

VIDEO : તમે નહીં માનો પણ કોંગોમાં મળ્યો સોનાથી ભરેલો પહાડ, લોકોને ખબર પડતાં હાથમાં જે આવ્યું એ લઈને પર્વત તરફ દોડ્યા

Last Updated on March 8, 2021 by

આફ્રિકાના કોંગો (Republic of congo) માં સોનાથી ભરેલા પહાડની સૂચના મળતા જ લોકો ત્યાં ભેગા થઈ ગયા. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો (Viral Video,) હાલ વાયરલ થઈ રહ્યો છે.  લોકો જે હાથમાં આવ્યું એ લઈને પર્વત ખોદવા પહોચ્યા હતા. આખરે સરકારે આ ખોદકામ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો જોશો તો ઉમટેલી ભીડ જોવા મળશે.

કોંગોમાં મળ્યો સોનાથી ભરેલો પહાડ

મધ્ય આફ્રિકી દેશ કોંગોમાં એક પહાડ મળ્યો છે જેના 60થી 90 ટકા ભાગમાં સોનું હોવાની વાત કહેવાઈ રહી છે. આસપાસના ગ્રામીણોને જેવી આ સોનાના પહાડ વિશે ખબર પડી તો તેઓ ભારે સંખ્યામાં ત્યાં પહોંચવા લાગ્યા. સોનું ભરીને લઈ જવા માટે મોટા મોટા ઝોલા પણ લઈને આવ્યા હતા. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજાર લોકો જોઈ ચૂક્યા છે.

આફ્રિકામાં માટીમાંથી ’60 -90% ગોલ્ડ ‘મળી રહે છે.

દેશના સત્તાધીશોએ સોનાથી ભરપુર થાપણોથી બનેલા પર્વતને શોધી કાઢ્યા પછી એક ગામમાં ખાણકામ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. સ્વતંત્ર પત્રકાર અહમદ અલ્ગોહબારી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી વિડિઓમાં સોનાથી સમૃદ્ધ વિસ્તારની શોધ બાદ કોંગોના દક્ષિણ કીવ પ્રાંતમાં આવેલા લુહિહીમાં અનેક લોકો પર્વત પર પહોંચ્યા છે.

ગોલ્ડ માઈનિંગ ખુબ મહત્વ ધરાવે છે

આફ્રિકન દેશ કોન્ગોમાં સોનાના પહાડની સૂચના મળતા જ મોટાપ્રમાણમાં સ્થાનિક લોકો ત્યાં ભેગા થયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મધ્ય આફ્રિકન દેશ કોન્ગોમાં એક પહાડ મળ્યો છે, જેના 60 થી 90 ટકા ભાગમાં સોનું હોવાની ચર્ચા છે. આસપાસના ગામવાસીઓને જેવી પહાડ પરના સોના વિશે ખબર પડી તો તેઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચવા લાગ્યા હતા. સોનું ભરીને લઈ જવા માટે મોટા મોટા થેલા લઈ પહોંચ્યા હતા. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખવામા આવ્યું હતું કે- જ્યારે કોન્ગોના રહીશોને સોનાથી ભરેલા પહાડ વિશે જાણવા મળ્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કોન્ગોના અનેક ભાગમાં વિપુલ પ્રમાણમાં સોનું રહેલું છે. આવામાં ત્યાં ગોલ્ડ માઈનિંગ ખુબ મહત્વ ધરાવે છે. જોકે મોટી સંખ્યામાં ગ્રામીણો પહાડ પર આવી જતા માઈનિંગના કામને અટકાવવું પડ્યું હતું.

નાના ગામમાં જોરદાર ભીડ જામી

એક વીડિયોમાં, સ્થાનિક લોકો જમીનમાંથી સોનું કાઢવા માટે જમીન ખોદવા માટે પાવડો અને અન્ય સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે. કેટલાક તેમના ખુલ્લા હાથનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. અલ્ગોહબારી દ્વારા અપાયેલી ફોલો-અપ વિડિઓમાં, સ્થાનિકો કિંમતી ધાતુની ગંદકી ધોઈને ધાતુના કન્ટેનરમાં એકત્રિત કરતા જોઇ શકાય છે. ખોદનારાઓનો ધસારો એટલો વિશાળ હતો કે તેણે નાના ગામમાં જોરદાર ભીડ જામી છે. કોંગોના ડેમોક્રેટિક રિપબ્લિકમાં અહીં ખનીજો મળી આવવા ખૂબ સામાન્ય છે. કોંગો હંમેશાં લાકડા, હીરા અને ખનિજો જેવા કુદરતી થાપણોનો સમૃદ્ધ અનામત ધરાવે છે. સોનાની વાત કરીએ તો દેશમાં અનુસરણની પ્રક્રિયા આર્ટિશનલ સોનાની ખાણકામ છે.

સોનું લૂંટવા માટે મચી હોડ

ગ્રામીણોને જેવી ખબર પડી કે સોનું ભરેલા પહાડનું ખોદકામ ચાલી રહ્યું છે તો તેઓ સોનું લૂંટવા માટે ત્યાં પહોંચી ગયા. જોત જોતામાં તો વીડિયો વાયરલ થઈ ગયો. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોંગોના રહીશોને સોનાથી ભરેલા પહાડ વિશે જાણવા મળ્યું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. માઈનિંગ પર રોક લગાવવી પડી કોંગોના અનેક ભાગમાં વિપુલ પ્રમાણમાં સોનું રહેલું છે. આવામાં ત્યાં ગોલ્ડ માઈનિંગ ખુબ મહત્વનું છે. જો કે મોટી સંખ્યામાં ગ્રામીણોના ત્યાં પહોંચવાના કારણે માઈનિંગને થોડો સમય માટે રોકવું પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો