GSTV
Gujarat Government Advertisement

ગજબ ! થનારી વહુ નિકળી ખોવાયેલી સગી દિકરી, તેમ છતાં માતાએ પોતાના દિકરા સાથે લગ્નની આપી મંજૂરી

Last Updated on April 8, 2021 by

ચીનમાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. આ મામલો એવો છે કે, આપ ખુશ પણ થઈ શકો અને હૈરાન પણ થઈ શકો છો.અહીં એક પરિવારે વર્ષો પોતાની પોતાની દિકરી ખોઈ દીધી હતી. ત્યારે હવે જાણવા મળ્યુ છ કે, તેમનો દિકરો જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, હકીકતમાં તે પરિવારની ખોવાયેલી દિકરી છે. આ બાબતનો ખુલાસો થતાં તમામ લોકો હૈરાન થઈ ગયા હા. જો કે, તેની માતાએ આ બંનેના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

આ ઘટના 31 માર્ચની છે. ચીનના જિયાંગસુ વિસ્તારમાં આવેલા સુઝૂમાં એક લગ્ન સમારંભ યોજવામાં આવ્યો હતો. અહીં વરરાજની માતાએ દુલ્હનના હાથમાં એક નિશાન જોયું. આ નિશાન એકદમ તેની દિકરીમાં હતું એવુ જ લાગ્યું. જ્યારે તેમણે આખા મામલાની તપાસ કરી તો, ખબર પડી કે, આ દુલ્હન તો તેમની ખોવાયેલી દિકરી જ છે. આ વાતની જાણ થતાં બંને મા દિકરી પોક મુકીને રડવા લાગી. છોકરીનું કહેવુ છે કે, મારા બાયોલોજિકલ માતા-પિતા સાથે મળવાથી મને લગ્ન કરતા પણ વધારે ખુશી થઈ રહી છે.

કેવી રીતે થઈ પડતાલ

દુલ્હનના હાથ પર નિશાન જોઈને મહિલા યુવતીના પરિવાર સાથે મળ્યો. અહીં તેમને દિકરીને ખોળે લેવા અંગેની વાત જાણી. મહિલા તરફથી આવેલા આ સવાલને લઈને દિકરીના દત્તક પરિવારમાં પણ અચંબામાં આવી ગયો. કારણ કે, આટલા વર્ષથી ખોળે લીધેલી આ વાત ગુપ્ત હતી, તેની જાણ ખુદ દિકરીને પણ નહોતી. આ પરિવારે જણાવ્યુ હતું કે, તેમને આ દિકરી રસ્તામાંથી મળી આવી હતી. જેને તેમણે લગભગ 20 વર્ષ પહેલા ખોળે લીધી હતી.

હવે લગ્નનું શું ?

ત્યારે હવે સવાલ એ થાય છે કે, આ નક્કી કરેલા લગ્નનું શું થશે. અહીં છોકરી એવુ વિચારીને હૈરાન થઈ રહી છે કે, તેના લગ્ન તેના જ મોટા ભાઈ સાથે થઈ રહ્યા છે. જો કે, બાદમાં ખુલાસો થયો કે, તેમનો આ છોકરો પણ તેમને ખોળે લીધેલો છે. તેથી હકીકતમાં બંને બાયોલોજિકલ ભાઈ-બહેન થતાં નથી. આમ આ રીતે બંનેના લગ્નને માતાએ મંજૂરી આપી દીધી. માતા જણાવે છે કે, મારી દિકરી ખોવાઈ ગયા બાદ અમારી તમામ આશાઓ સમાપ્ત થયા બાદ અમે એક દિકરાને દત્તક લીધો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો