Last Updated on April 11, 2021 by
મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એક વખત મોટી કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ આ કાર્યવાહીમાં 80થી વધારે પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે રાઈફલ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં 82 લોકો માર્યા ગયા હતા. જો કે, સૈન્ય શાસનના પ્રવક્તાએ નેપીતા ખાતે સુરક્ષા દળોની કાર્યવાહીનો બચાવ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ યંગૂનથી આશરે 100 કિમી દૂર પૂર્વોત્તરમાં આવેલા બાગો ખાતે સરકારી સુરક્ષા દળો અને પોલીસે આ કાર્યવાહી કરી હતી. મ્યાંમારના એક ન્યૂઝ પોર્ટલે કરેલા દાવા પ્રમાણે સુરક્ષા દળોએ ગુરૂવારની રાતે અને શુક્રવારે બાગો ખાતે 80થી વધારે પ્રદર્શનકારીઓની હત્યા કરી હતી.
સુરક્ષા દળોએ સપ્તાહમાં ત્રીજી વખત પ્રદર્શનકારીઓ પર ઘાતક બળ પ્રયોગ કર્યો છે. પ્રદર્શનકારીઓ સૈન્ય તખ્તાપલટના વિરોધની સાથે લોકશાહીના સમર્થક નેતા આંગ સાન સૂકીને મુક્ત કરવા માંગણી કરી રહ્યા હતા.
અત્યાર સુધીમાં 614થી વધારેના મોત
મ્યાંમારમાં પહેલી ફેબ્રુઆરી બાદ સૈન્ય શાસનનો વિરોધ કરી રહેલા લોકો પર સુરક્ષા દળો સતત કાર્યવાહી કરતા આવ્યા છે. પ્રદર્શનકારીઓ પરની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 614 લોકો માર્યા ગયા છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31