Last Updated on March 18, 2021 by
પાછલા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારને આત્મનિર્ભર ભારત રોજગાર યોજના ABRY લોન્ચ કરાઈ હતી. અત્યારસુધીમાં 16.5 લાખ લોકોએ આ યોજનાનો લાભ મળી ચુક્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે બુધવારે આ અંગે જાણકારી આપી હતી. તેણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 9 માર્ચ 2021 સુધી 16.49 લાખ કર્મચારીઓને ABRYનો લાભ મળી ચુક્યો છે. કેન્દ્ર સરકારની આ સ્કીમ એ માટે લઈને આવી છે કારણ કે તે રોજગારીના નવી તકો દેનારાઓને પ્રોત્સાહીત કરી શકે. તેમાં સોશિયલ સિક્યોરિટીના ફાયદાનો પણ સમાવેશ થાય છે. આ સ્કીમ કર્મચારી ભવિષ્ટ નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના માધ્યમથી લાગુ કરવામાં આવ્યાં છે.
તેનાથી વિવિધ સેક્ટર્સના નિયોક્તા ઉપર નાણાકીય બોજ પણ નહી પડે અને તે મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપી શકશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક નિશ્ચિત કરેલી લિમિટ સુધી પગાર લેનારા કર્મચારીઓ અને તેના નિયોક્તાઓને પીએફ યોગદાનો બોજ ઉઠાવી રહી છે. આ રકમ કર્મચારીઓના ભાગના 12 ટકા અને તેના નિયોક્તાના 12 ટકા છે.
2.86 લાખ લોકોએ નોકરી ગુમાવી બાદ બીજી વખત કામ શરૂ કર્યું
નોકરીની તકને લઈને પુછવામાં આવેલા સવાલના જવાબમાં શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબર 2020 બાદથી અત્યારસુધીમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ 16.5 લાખ લાભાર્થિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આશરે 13.64 લાખ લોકો પહેલી વખત નોકરી કરી રહ્યાં છે. તેનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર UAN 1લી ઓક્ટોબર 2020 બાદ જનરેટ થયો છે. જ્યારે 2.86 લાખ એવા લોકો છે જે 1 માર્ચ 2020 બાદ મહામારીની કારણે નોકરી ગુમાવ્યા બાદ બીજી વખત કામ કરવાનું શરૂ કર્યું છે.
કેન્દ્ર સરકારે ઉઠાવ્યો પીએફનો બોજ
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પાછલા વર્ષના માર્ચથી ઓગષ્ટ મહિના સુધી કર્મચારીઓના ભાગના 12 ટકા અને નિયોક્તાના 12 એટલે કે કુલ 24 ટકાનો બોજ પોતે ઉઠાવી રહી છે. આ તેવા એકમો માટે છે જ્યાં 100 કર્મચારી સુધી કામ કરી રહ્યાં છે. અને તેમાં 90 ટકા કર્મચારીનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે. PMGKY હેઠળ 38.82 લાખ યોગ્ય કર્મચારીઓને ઈપીએફ એકાઉન્ટમાં 2,567.66 કરોડ રૂપિયા નાંખવામાં આવ્યાં છે.
મહિલાઓને મોટી સંખ્યામાં મળી નોકરી
મહિલાઓ માટે નોકરી અંગેના એક પ્રશ્નના જવાબમાં સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે, પાછલા વર્ષના એપ્રિલ-ડિસેમ્બરની વચ્ચે કર્મચારી ભવિષ્ય નિધિ સ્કિમ હેઠળ 9.27 લાખ મહિલાઓ જોડાઈ હતી. જ્યારે ન્યુ પેન્શન સ્કીમમાં 1.13 લાખ મહિલા સબ્સક્રાઈબર્સ જોડાયેલી છે.કર્મચારી રાજ્ય ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ પણ 2.03 લાખ મહિલાઓ જોડાઈ છે. પ્રોવિડન્ટ ફંડમાં અત્યારસુધીમાં કુલ પેન્ડિંગ કેસોની સંખ્યા 15,351 છે. એપ્રીલ 2020-ફેબ્રુઆરી 2021ની વચ્ચે કુલ 2.91 કરોડ ક્લેમ સેટલમેન્ટના આ 0.053 ટકા છે. સરકારે પોતાના જવાબમાં તે પણ જણાવ્યું છે કે, ક્લેમ સેટલમેન્ટ એક ડાયનેમિક પ્રોસેસ છે. તેમાં સેટલમેન્ટનું કામ સતત ચાલી રહ્યુ છે. જો કે, વિવિધ પરિસ્થિતિઓમાં ક્લેમ સેટલમેન્ટની સમયસીમા 20 દિવસની છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31