Last Updated on March 16, 2021 by
અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. કોલોરાડોના કેટલાક વિસ્તારોમાં તો ૧૪૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
અમેરિકાના કોલોરાડોમાં ભારે બરફવર્ષા થઈ હતી. ડેનવરને જોડતી ૨૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. ઠેર-ઠેર બરફના થર જામી ગયા હતા. સરકારી વિભાગોના આંકડા પ્રમાણે ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ભારે બરફવર્ષાના કારણે અસંખ્ય લોકોએ અંધારપટ્ટમાં રાત વીતાવી હતી.
કોલોરાડોમાં ભારે બરફના તોફાનના કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય
બરફના તોફાનમાં ૫૦ લોકો ફસાઈ ગયા હતા. કેટલાક વાહનો સાથે ફસાયા હતા. એ બધા જ લોકોને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોલોરાડોમાં ભારે બરફના તોફાનના કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. લોકોને અનિવાર્ય કારણો વગર બહાર ન નીકળવાની પણ ચેતવણી સરકારે આપી હતી. કોલોરાડો ઉપરાંત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં પણ ભારે બરફ પડયો હતો. ત્રણ-ત્રણ ફૂટ બરફના થર જામી ગયા હતા.
આ વિસ્તારોમાં ૯૦થી લઈને ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા
નેશનલ વેધર સર્વિસના અહેવાલમાં કહેવાયું હતું કે આ વિસ્તારોમાં ૯૦થી લઈને ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કોલોરાડોના ઘણાં સ્થળોએ ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનું શરૃ થયું હતું. બરફવર્ષાના કારણે અસંખ્ય મુખ્ય રસ્તા બંધ થઈ ગયા હતા. એ રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક તંત્રએ મથામણ આદરી હતી.
કોલોરાડોનું ડેનવર એરપોર્ટ અમેરિકાનું છઠ્ઠા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, પરંતુ બરફના તોફાનના કારણે તમામ છ રન-વે બંધ કરવા પડયા હતા. તેના કારણે અસંખ્ય ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવી પડી હતી અને અસંખ્ય રદ્ કરવાની ફરજ પડી હતી. તેના કારણે કેટલાય મુસાફરો ફસાઈ ગયા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31